માલપુર ભાજપ આઈટી એસએમ ગૃપમાં ભાજપના કાર્યકરોનો વિસ્ફોટ

0
34અરવલ્લીઃમાલપુર ભાજપ આઈટી એસએમ ગૃપ” માં ભાજપના કાર્યકરો દ્વારા જિલ્લા ભાજપના મહામંત્રી, માલપુર તાલુકા મહામંત્રી તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે,ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાય તો નવાઈ નહી.

અરવલ્લી જિલ્લા ભાજપમાં દિવસે દિવસે કાર્યકરોમાં અસંતોષ અને આક્રોશ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે અને જિલ્લા સંગઠનમાં બાર સાંધતાં તેર તૂટી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ” માલપુર ભાજપ આઈટી એસએમ ગૃપ ” માં ભાજપના કાર્યકરો દ્વારા જિલ્લા મહામંત્રી હસમુખ પટેલ અને તાલુકા મહામંત્રી શરદ પટેલને રંગા – બીલ્લા ના નામથી સંબોધી એ.ટી.વી.ટી. અને આયોજનના કામોમાં ૧૦% રૂપિયા લઈ કામની વહેચણી કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ભરતસિંહ રહેવર ને બાગડ બિલ્લા તરીકે ચીતરવામાં આવ્યા છે, અને તેમના દ્વારા પોતાના રાજકીય રોટલા શેકવા પાર્ટીના હોદ્દાઓની વહેચણી કરવામાં આવી હોવાનું, તેમજ પાયાના કાર્યકરોને દબાવવામાં આવતાં હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે વધુ પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લા ભાજપની તેમનાજ કાર્યકરો દ્વારા વધુ કિરકિરી ન થાય તે માટે સાંજ પડતાં પડતાં માલપુર ભાજપ આઈટી એસએમ ગૃપ ” માં એસએમએસ પર રોક લગાવવા “ઓનલી એડમીન કેન મેસેજ” કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે ઘણું મોડું થઈ ગયું હતું ભાજપના જ કાર્યકરો દ્વારા ભાજપના હોદ્દેદારો પર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કરવામાં આવતાં જિલ્લાનું રાજકારણ ગરમાયું છે, તેમજ ભ્રષ્ટાચારનો મુદ્દો તાલુકા સહિત જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાજપના કાર્યકરો દ્વારા ભાજપના જિલ્લા મહામંત્રી હસમુખ પટેલ અને માલપુર તાલુકા મહામંત્રી શરદ પટેલ પર આયોજનના કામ આપવા ૧૦ % કટકી કરવાનો ખુલ્લો આક્ષેપ કરવામાં આવતાં વિપક્ષને પણ બેઠાં બેઠાં ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણી પહેલાં મજબૂત મુદ્દો મળી ગયો છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here