વાવ તાલુકાના અસારા ગામના ખેડૂતોએ નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું

0
29વાવના અસારાગામના ખેડૂતો થરાદના ધારાસભ્ય સાથે બાગાયત ખેતી સંસ્થા ને પડર જમીન આપતા નાયબ કલેકટર કચેરી થરાદ ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે

આજરોજ વાવ તાલુકાના અસારા ગામના ખેડૂતો થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાથે થરાદના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં અસારા ગામના વાડા બોવાડા ની જગ્યા સરકારે બાગાયત ખેતી માટે આપતા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી જણાવ્યું હતું કે અમે પચાસ વર્ષ થી રહેણાંક કરીને રહીએ છીએ અને સરકારે આ જમીન બાગાયતી માટે ફાળવી દેવામાં આવી છે આ જમીન માથી એક પાણી નો વોળો જેમાં વરસાદ નુ પાણી નોંધ પ્રાત્ર મા ત્યાથી નિકળે છે ત્યારે જો આજમીન બાગાયતી ખેતી માટે આપતા આ પાણી નો વોળો બંધ કરવામાં આવસે તો 2015 અને 2017 મા પુર આવ્યું તો અસર ના થઈ હોય તો તેનુ કારણજ આ નદી જ હતી જો પાણી નિકળી ગયુ હતું જો નદી અને આ જમીન આપવામાં આવસે અને જો વહેણ બંધ કરવામાં આવે તો ખેડૂતો સાથે મોટી તબાહી સર્જાઇ શકે છે અને  જો અસારા ગામની જમીન માં બાગાયતી ખેતીજ કરાવી હોય તો ગામના ખેડૂતો જાતેજ કરશે સામાટે કોઈ કંપની કે સંસ્થા ને આપવી જોઈએ તેવુ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે આજે સમગ્ર અસારાગામના તમામ સમાજના લોકો એ આવેદનપત્ર આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે સરકાર આ ખેડૂતો ને ન્યાય આપસે જો ન્યાય નહીં આપે તો અમે બધાય ભેગા મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશુ એવી ચિમકી ઉચ્ચારી હતી

રીપોર્ટ

રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

સમાચાર તથા જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583

 

 

 

 

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here