હાલોલ: ગોકળપૂરા ગામ પાસે સરકારી અનાજનો જથ્થો લઇ જતી ટ્રક પલટતા, પાંચ ઇસમોને ઇજા

0
50પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ પૂરવઠા ગોડાઉનમાંથી હાલોલ તાલુકાના સરકારી દુકાન વ્યાજબી ભાવની સસ્તા દુકાનોમાં પુરવઠો પૂરો પાડવા માટે હાલોલ ગોડાઉનમાથી સરકારી ગઉ ચોખાનો જથ્થો કઠોલા ખાતે જઈ રહેલ ટ્રકને ગોકળપુરા અકસ્માત નડતા ટ્રક માં બેઠેલા પાંચ ઇસમોને ગંભીર ઇજાઓ થતા તેઓને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ હાલોલના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજ ગઉ ચોખા વિગેરે ની ટ્રક ભરી હાલોલ તાલુકાના કઠોલા તેમજ વાંકડિયા ગામે આવેલ સરકારી સસ્તા ભાવની અનાજની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો આપવા જતી ટ્રક ને ગોકળપુરા ગામ નજીક ટ્રક ચાલકે આગળ ચાલતા બાઈક સ્વરને બચાવવા જતા સ્ટેરીગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં પલટી ખાઈને પડી જતા અનાજના કત્તા ગમે તેમ પડી ગયા હતા જયારે ટ્રકમાં સવાર કિરીટ અભેસિંગ નાયક,સુનિલ માધુભાઈ નાયક,શનાભાઈ શાભાઈ નાયક,ધર્મેન્દ્ર દિલીપ નાયક, દિપક અર્જુનભાઇ રથોડીયાનાઓને ગંભીર ઇજાઓ પામી હતી. અકસ્માત પગલે ગામલોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી ઇજાગ્રસ્તો ને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા જ્યારે બનાવને પગલે પુરવઠા અધિકારી સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here