સાચા પત્રકારત્વથી ડરી સરકાર, દૈનિક ભાસ્કર અને ભારત સમાચાર પર દરોડા

0
24ઈનક્મ ટેક્સ વિભાગે ટેક્સ ચોરી મામલે મીડિયા સમૂહ દૈનિક ભાસ્કર અને ભારત સમાચારના અમુક ઠેકાણા પર ગુરૂવારે દરોડા પાડ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ છે કે, ભાસ્કર સમૂહના ભોપાલ, જયપુર, અમદાવાદ અને આ સિવાય અમુક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. તો વળી ભારત સમાચારના પ્રમોટર્સ અને એડિર ઈન ચીફના ઠેકાણા પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

આઈટીની ટીમે ભાસ્કરમાં કામ કરતા ઘણા લોકોનાં ઘરે જઈને પણ દરોડા પાડ્યા છે. ઓફિસોમાં હાજર લોકોના મોબાઈલ જપ્ત કરી લીધા છે અને તેમને બહાર પણ જવા દેવાતા નથી. નાઈટ શિફ્ટના લોકોને પણ ઓફિસમાંથી બહાર જતા રોકવામાં આવ્યા છે. દરોડામાં સામેલ અધિકારીઓનું કહેવું છે કે આ તેમનો પ્રોસેસનો ભાગ છે અને પંચનામું કર્યા પછી તેમને જવા દેવામાં આવ્યા. ડિજિટલની નાઈટ ટીમ બપોરે સાડાબાર વાગે ઘરે જઈ શકી છે.

ભાસ્કર સમૂહના ભોપાલ, જયપુર, અમદાવાદ અને આ સિવાય અમુક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. તો વળી ભારત સમાચારના પ્રમોટર્સ અને એડિર ઈન ચીફના ઠેકાણા પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here