શહેરા તાલુકાના જોધપુર ગામેથી ખેતરમા ઊગાડેલા ગાંજાના જથ્થાના છોડ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો.

0
62પંચમહાલ.શહેરા

રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જોધપુર ગામે ખેતરમા ઉગાડવામા આવેલા ગાંજાનાજથ્થા સાથે એક ઇસમની એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે અટકાયત કરીને ૬,૪૯,૭૦૦ લાખ રૂપિયાનો મૂદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીલ્લામા એનડીપીએસને લગતા ગુન્હાઓને શોધવા માટે પંચમહાલ જીલ્લા પોલીસતંત્રને આદેશો આપવામા આવ્યા હતા.જે મૂજબ
પંચમહાલ જીલ્લા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરા તાલૂકાના જોધપુર ગામે કટારા ફળીયામાં રહેતા રમેશભાઈ અમલાભાઈ ખાંટે પોતાના ખેતરમાં ગાંજાનુ વાવેતર કર્યુ છે.આથી એસઓજી ટીમના પીઆઈ એમ.પી.પંડ્યા સહિતના સ્ટાફે જોધપુર ગામે રેડ કરી હતી.જેમા પોલીસે ખેતરમા જઈ તપાસ કરતા અલગ અલગ જગ્યાએ ઉગાડેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે આ મામલે આરોપી ઇસમ રમેશકુમાર ખાંટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે સાથે સાથે ૩૫ જેટલા છોડ મળી ૬,૪૯,૭૦૦ લાખ રૂપિયાનો મૂદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,નોધનીય છેકે આ પહેલા પણ પોલીસે મીઠાલી ગામમાથી ગાંજાનો ઊગાડેલો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here