ફતેપુરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોના રજૂઆત માટે ધારાસભ્ય રમેશ કટારા ને આવેદનપત્ર આપ્યું

0
41







રિપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ-ફતેપુરા(દાહોદ)

લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતા આંદોલન કરવાની ચીમકી

દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા શાળાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે આજરોજ ધારાસભ્ય રમેશ કટારા ને દાહોદ જિલ્લા શિક્ષણ સંઘના મંત્રી હિતેશકુમાર પારગી તથા ફતેપુરા શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી સી.બી પટેલે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવા અને સાતમા પગાર પંચના એરિયસ નું પાંચ હપ્તામાં ચુકવણું સંદર્ભે થી જાહેરાત કરેલુ આમ છતાં અમને છેલ્લા ત્રણ વર્ષથી હપ્તા રોકડ માં ચુકવેલ નથી જે તાત્કાલિક ચૂકવવામાં આવે તારીખ 19 /01/2021 ના રોજ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક બમશ/1310/1201/ગ સચિવાલય ગાંધીનગર ના બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવા તેમ જ સી પી એફ અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જી પી એફ અને જૂની પેન્શન યોજનાઓ અમલ કરવા જેવા અગત્યના પડતર પ્રશ્નોની વારંવાર લેખિત અને મૌખિક તથા રૂબરૂ રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ નહી આતા આમા 1 માર્ચ 2019 માં લેવાનારી એસ.એસ.સી અને એચ.એસ.સી ની પરીક્ષા ની તમામ કામગીરીનો બહિષ્કાર કરેલો જે બાબતે માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલે તેમજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સાથે અધિકારીઓની હાજરીમાં પ્રશ્નો સ્વીકારી સમાધાન થયેલું જે સમાધાન જાહેરાતનો અમલ નહીં થતાં સંદર્ભ ત્રણથી અનેકવાર લેખિત આવેદન પત્રો આપી તથા અને મૌખિક રજૂઆત કરવા છતાં આજદિન સુધી ઉકેલ આવે નથી જેના કારણે સરકાર સામે અમારા શિક્ષક કર્મચારી ઉગ્ર રોષ અને લાગણી અને નારાજગી જોવા મળે છે તેથી નાછૂટકે ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ સંકલન સમિતીના ઘટક મહામંડળો સાથે રહી ગાંધી ચિંધ્યા માર્ગે જે મજબૂત તબક્કાવાર આંદોલન કરવાની ફરજ પડશે તેવું જાણવા મળ્યું હતું…..

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here