કિસાન પરિવહન યોજના માટે ૩૧ જુલાઈ સુધી આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

0
27અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

અરવલ્લીજીલ્લાના નાના અને સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિના ખેડૂતો અરજી કરી શકશે

ખેડૂતોને મધ્યમ સાઈઝના વાહન ખરીદવા માટે રાજય સરકાર દ્વારા અમલી કિસાન પરિવહન યોજના અંતર્ગત આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. સાથે જ સોલાર લાઈટ ટ્રેપની ખરીદી માટે પણ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી શકશે.
જે અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ખેડૂતોને કિસાન પરિવહન યોજનામાં મધ્યમ સાઈઝના વાહન ખરીદવા માટે તેમજ સોલાર લાઈટ ટ્રેપની ખરીદી માટે આગામી તા.૩૧ જુલાઈ સુધી આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું.
જેમાં કિસાન પરિવહન યોજનામાં નાના અને સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૭૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે તેમજ સામાન્ય ખેડૂતોને ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
જયારે સોલાર લાઈટ ટ્રેપ યોજના અંતર્ગત અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિના ખેડૂત માટે એક સોલાર લાઈટ ટ્રેપની કિંમતના ૯૦ ટકા અથવા રૂ.૪,૫૦૦/-ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે અને અન્ય ખેડૂતો માટે પ્રતિ લાભાર્થી સોલાર લાઈટ ટ્રેપની કિંમતના ૭૦ ટકા અથવા રૂ.૩,૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. એમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here