દોલપુર ગામે બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવા બાબતે આધેડ પર ચાર વ્યક્તિઓએ કર્યો હુમલો

0
27અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદના આધારે મોડાસાના દોલપુર ગામના રાવળ સોમાભાઈ કચરાભાઈ ઘરેથી ગામની પાણીની લાઇન માટે ગામમાં ગયા હતા ત્યારબાદ ઘરની નજીક આવેલ ખેતરમાં જતા હતા તે વખતે ગામના જ પુનાભાઈ શકરાભાઈ રાવળ સોમાભાઈ ને કહેલ કે અમોએ સ્ટ્રીટ લાઇટ બંધ કર્યું હતું કેમ તે ચાલુ કરાવેલ છે તેમ કહી સોમાભાઈ પર એકદમ ઉશ્કેરાઈ જઈ બાજુની દિવાલ સાથે અથડાતા માથાના ભાગે ઇજાઓ કરી તેમજ તેઓને દિવાલ બાજુનો સળિયો સોમાભાઈ ને છાતીના ભાગે ઘસાઈ જતા ઇજાઓ થતા તેમજ તે વખતે પુનાભાઈ રાવળનું ઉપરાણું લેવું વિજયભાઈ પુનાભાઈ રાવળ, અજયભાઈ પુનાભાઈ રાવળ તેમજ જશીબેન પુનાભાઈ રાવળ આવીને સોમાભાઈ રાવળને લાતોથી તેમજ ગડદા પાટુંનો માર મારતા સોમાભાઈ ઇજા ગ્રસ્ત થતા બચાવો બચાવો ની બુમો પાડતા કેવળભાઈ રાવળ, ઉષાબેન રાવળ, વિક્રમભાઈ ખાંટ આવી જતા બચાવ ક તેમજ મારપીટ કરનારા ચારેય જણાએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.ઇજાગ્રસ્ત સોમાભાઈ ને તેમના પુત્ર કલ્પેશભાઈ એ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .ત્યાર બાદ સોમાભાઈ રાવળની પત્ની મંજુલાબેને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને દોલપુર ગામના પુનાભાઈ રાવળ,વિજયભાઈ રાવળ,અજયભાઈ રાવળ તેમજ જશીબેન રાવળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મોડાસા રૂરલ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here