નર્મદા જિલ્લામાં UPL કંપની મકાઇ, તુવેરદાળ, કેળા અને વેજીટેબલ સહિત કુલ-૪ પ્રોજેક્ટમાં લગભગ ૧૦ હજાર જેટલાં ખેડુતોને તાલીમબધ્ધ કરશે

0
35નર્મદા જિલ્લામાં UPL કંપની મકાઇ, તુવેરદાળ, કેળા અને વેજીટેબલ સહિત કુલ-૪ પ્રોજેક્ટમાં લગભગ ૧૦ હજાર જેટલાં ખેડુતોને તાલીમબધ્ધ કરશે

રાજપીપલા : જુનેદ ખત્રી

વાપીની UPL કંપનીના CSR વિભાગના વડા ઋષિ પઠાણીયાએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની રાજપીપલા કલેક્ટરાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી જણાવ્યું હતું કે, CSR ઇનેશિયેટીવ હેઠળ નર્મદા જિલ્લામાં ૪ જેટલાં પ્રોજેક્ટ અમલમાં મુકાશે અને તે અંતર્ગત મકાઇ, તુવેરદાળ, કેળા અને વેજીટેબલ પ્રોજેક્ટ અમલમાં મુકી લગભગ ૧૦ હજાર જેટલાં ખેડુતો- બહેનોને આવરી લઇ તેમને સારી રીતે તાલીમબધ્ધ કરાશે જેના પરિણામે તેમની ઉત્પાદકતા વધવાની સાથે સીધા બજારમાંથી પણ તેનું વેચાણ કરીને તેમની આવકમાં વૃધ્ધિ કરી શકશે. આ પ્રોજેક્ટ સમગ્રતયાં ૫ વર્ષ સુધીનો રહેશે, જેમાં પ્રોજેક્ટના અમલનો સમયગાળો ૩ વર્ષ સુધીનો હોવાનું તેમણે ઉમેર્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here