ગરૂડેશ્વર ના વાંસલા ગામે હાઇ-વે ઉપર થયેલ લૂંટના ૦૯ આરોપીઓને ઝડપી ગુનો ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા

0
35ગરૂડેશ્વર ના વાંસલા ગામે હાઇ-વે ઉપર થયેલ લૂંટના ૦૯ આરોપીઓને ઝડપી ગુનો ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા

રાજપીપળા : જુનેદ ખત્રી

ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૨૦/૦૭/૨૦૨૧ના બપોરે વાંસલા ગામે કોઇ અજાણ્યા ઇસમોએ ફરીયાદીની મોટર સાયકલને ઇકો ગાડીથી આંતરી સોનાની ચેઇન તથા રોકડ મળી કુલ્લે કિ.રૂ.૬૩,૬૦૦/-ની લૂંટ કરી ફરીયાદીને માર મારી ભાગી ગયેલ હોય જે અનુસંધાને ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓના સુપરવિઝન હેઠળ એલ.સી.બી પોલીસ સ્ટાફના પોલીસ માણસોને બાતમી મળેલ કે અંગત અદાવતના કામે આ ગુનાનું કાવતરૂ આ કામનો સતિષભાઇ રાણા તથા જીગ્નેશભાઇ વસાવા બન્ને રહે. રાજપીપલાનાઓએ રચી ફરીયાદી વિશાલભાઇ માછીની અવર-જવરની રેકી કરાવી ફરીયાદી ગરૂડેશ્વર ક્લીપ કાર્ટની ડીલેવરી આપવા ગયેલ તે સમયે સતીષ રાણાની ઇકો ગાડીમાં સાત માણસો તથા મોટર સાયકલ ઉપર ત્રણ માણસોએ ફરીયાદીને મારવા માટે મોકલેલ હતા. જે તમામે વાસલા ગામે ફરીયાદીની મોટર સાયકલનો પીછો કરી આંતરી પાડી દઇ લાકડી અને પાઇપ જેવા હથિયારો વડે મુઢ માર મારી મોબાઇલ તેમજ અન્ય કિંમતી વસ્તુઓ લૂંટી રામપરા-માંગરોલ થી ભદામ જઇ અલગ-અલગ જગ્યાએ ભાગી ગયેલ જે તમામને બાતમી આધારે તપાસ દરમ્યાન ઝડપી તથા ગુનાના કામે વપરાયેલ ઇકો ગાડી નં. જી.જે.-૨૨ એચ. ૫૭૮૩ સાથે ગરૂડેશ્વર પો.સ્ટે.ને સોંપવામાં આવી અને (૧) સતિષ બીહારી રાણા રહે. રાજપીપલા (ર) જીગ્નેશ વ્રજલાલ વસાવા રહે. રાજપીપલા (૩) હીમાંશુ હરેશભાઇ વસાવા રહે. રાજપીપલા (૪) શૈલેષ ઉતરીયાભાઇ વસાવા રહે. ધીરખાડી (૫) નરેન્દ્ર હરનેશભાઇ વસાવા રહે. નવાપુરા-નિકોલી (૬) કાર્તિક ભાઇલાલ વસાવા રહે. નવાપરા-નિકોલી (૭) વિપુલ ચંન્દ્રસીંગ વસાવા રહે. ગામકુવા (૮) ગૌતમ રૂપેન્દ્રભાઇ વસાવા રહે. ગામકુવા (૯) હેમંત ભુપેન્દ્રભાઇ વસાવા રહે. મેડગામ ને એલ.સી.બી નર્મદા એ ઝડપી પડ્યા હતા તેમજ (૧) સુરજ તડવી (૨) મિલન અશોકભાઇ સોલંકી (૩) મોટા રાયપરાનો એક ઇસમ પકડવાના બાકી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here