દાહોદ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ માટે આગામી તા. ૨ ઓગષ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે

0
26દાહોદ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ માટે આગામી તા. ૨ ઓગષ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે

દાહોદ, તા. ૨૨ : દાહોદ જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ, સ્વનિર્ભર સહિતની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ સત્ર ૨૦૨૧ માટે પ્રવેશ ફોર્મ ભરવાની મુદ્દત લંબાવીને આગામી તા. ૨ ઓગષ્ટ કરવામાં આવી છે અને તા. ૩ ઓગષ્ટ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ધોરણ ૭-૮-૯ કે ૧૦ પાસ ઉમેદવારો ઉક્ત તારીખ સુધીમાં http://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. એક કરતા વધુ આઇટીઆઇમાં ફોર્મ ભરવા માં

ગતા હોય તો પણ તેમણે ફક્ત એક જ ઓનલાઇન ફોર્મ ભરી નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી તેમજ જરૂરી પ્રમાણપત્રો સાથે જમા કરાવવાના રહેશે. કોઇ પણ આઇ.ટી.આઇ. ખાતે રૂ. ૨૦ ભરીને ઓનલાઇન પ્રવેશફોર્મ ભરી આપવામાં આવશે.
આઇ.ટી.આઇ.માં ચાલતા વિવિધ કોર્સ જેવા કે ફીટર, વેલ્ડર, વાયરમેન, ઇલેક્ટ્રીશયન, મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડિઝલ, હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર, ડ્રેસ મેકિંગમાં તાલીમ મેળવી રોજગાર તેમજ સ્વરોજગારી મેળવી શકાય છે. ઇચ્છુક ઉમેદવારો સમયસર ફોર્મ ભરવા દાહોદ આઇ.ટી.આઇ. ના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here