પેગાસસ જાસૂસી કાંડની એસઆઈટી તપાસ માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી

0
19ભારતમાં વિપક્ષી નેતાઓ અને પત્રકારોની જાસૂસી કરવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. વરિષ્ઠ વકીલ મનોહર લાલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટની મોનટરિંગ હેઠળ એસઆઈટી તપાસ કરાવવાની માંગ કરવામા આવી રહી છે.

સાથે જ ભારતમાં પેગાસસ ખરીદવા પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરવામા આવી છે. કોંગ્રેસ સંસદમાં જાસૂસી કાંડ મામલે જેપીસી તપાસની માંગ કરી રહી છે. જ્યારે અન્ય પક્ષ પણ સરકાર પાસે આ મામલે જવાબ માગી રહ્યાં છે. જોકે સરકાર જાસૂસ કરવામા આવી હોવાનો ઈન્કાર કરી રહી છે. અરજદારે જણાવ્યું કે,‘પેગાસસ કાંડ એ ગંભીર ચિંતાનો વિષય છે. તે ભારતીય લોકતંત્ર, ન્યાયપાલિક અને દેશની સુરક્ષા પર ગંભીર હુમલો છે. વ્યાપક સ્તરે અને કોઈપણ જવાબદારી વગર જાસૂસી એ ખોટું છે.’LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here