જગતના નાથ સમક્ષ ગુજરાતના નાથ ની સર્વ જન હિતાય ની પ્રાર્થના

0
21


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જગત મંદિર દ્વારકા ખાતે ધ્વજારોહણ કરી ભગવાન દ્વારકાધીશની પૂજા-અર્ચના કરી

 ભગવાન દ્વારકાધીશને ગુજરાત કોરોનામુકત બને, ખુબ સારો વરસાદ થાય અને આવનારા દિવસોમાં ગુજરાત ખુબ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના કરતા મુખ્‍યમંત્રીશ્રી

૦૦૦૦૦૦

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

ગુરૂવારે  સવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન તથા પૂજા અર્ચના કરી મંદિર ખાતે નવીન ધ્વજારોહણ કર્યું હતું.

જગતમંદિરના પરિસરમાં મુખ્‍યમંત્રીશ્રીને દ્વારકાધિશ મંદિર ટ્રસ્‍ટ વતી શ્રી મુરલીભાઇ, મહેશભાઇ, શંભુભાઇ, કમલેશભાઇ, ખાખરીયાભાઇ, જયેશભાઇ, અભયભાઇ વગેરેએ આવકાર્યા હતા. તેમજ શારદાપીઠ ખાતે પુજારીશ્રી અશ્વિનગુરૂ પુરોહિતે મુખ્‍યમંત્રીશ્રીને ધ્‍વજાજીની પુજા વિધિ કરાવી હતી. જયારે શંકરાચાર્યજીના પ્રતિનિધિ તરીકે નારાયણ બ્રહ્મચારીજી મહારાજે મુખ્‍યમંત્રીશ્રીને આશીર્વચન આપ્‍યા હતા. ત્‍યાર બાદ જગતમંદિર ખાતે મહંતશ્રી શાંતીલાલે મુખ્‍યમંત્રીશ્રીને પુજન-અર્ચન કરાવ્‍યું હતું.

ધ્‍વજારોહણ બાદ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે, થોડા દિવસ પહેલા ધ્‍વજા પર વિજળી પડી ત્‍યારેજ ભગવાન દ્વારકાધિશજીને નવીન ધ્‍વજા ચડાવવાનો સંકલ્‍પ કર્યો હતો. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી ગુજરાત કોરોનામુકત બને, ભગવાન ખુબ સારો વરસાદ આપે અને આવનારા દિવસોમાં ગુજરાત ખુબ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે અંજલિબહેન રૂપાણી સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી . કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની પ્રભુ શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે ભગવાન દ્વારકાધીશના કૃપા આશિષ વરસતા રહે તેવી મુખ્‍યમંત્રીશ્રીએ અભ્‍યર્થના વ્‍યકત કરી હતી.

જગતમંદિર ખાતે પુજા વિધિમાં મુખ્‍યમંત્રીશ્રી સાથે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, મ્‍યુનિસીપલ ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, ભાજપ અગ્રણીશ્રી નિતિનભાઇ ભારદ્વાજ, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટરશ્રી રમેશભાઇ હેરમા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ જયોતિબેન સામાણી, જિલ્‍લા કલેકટરશ્રી એમ.એ. પંડયા, આઇ.જી. શ્રી સંદિપસીંઘ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.જે. જાડેજા, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોશી, પ્રાંત અધિકારીશ્રી નિહાર ભેટારીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

_____________________

રસીકરણની કામગીરી શિવરાજપુર બીચ અને સિગ્નેચર બ્રિજની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી વહીવટી તંત્રને ગતિશીલતા  અને સંવેદનશીલતાના ભણાવ્યા પાઠ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here