સાતમ આઠમના તહેવારો પેલા જ જેતપુરનાં ઝાબાઝ ASP સાગર બાગમાં સાહેબનો બૂટલેગર નાં અડ્ડા પર દરોડો

0
33
ચુડાસમા વિક્રમસિંહ જેતપુર

જેતપુરમાં રહેણાકમાંથી 550 પેટી દારૂ મળી આવ્યો એકની ધરપકડ, ત્રણની શોધખોળ શરૂ

 

જેતપુર શહેરમા કુખ્યાત બુટલેગર અનિલ બારૈયા ઉર્ફે ડાબલીના ઘરમા ડી.વાય.એસ.પી.સાગર બાગમારની ટીમે દરોડા પાડી 550 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

 

જેતપુરમા છેલ્લા ઘણા સમયથી દારૂની રેલમછેલના અને દારૂડિયાઓને સરેઆમ જાહેર રસ્તા પર દંગલ કરતા હોવાનો વીડિયો વહેતો થતા જોવા મળી રહ્યો છે. જેને કારણે ડીવાયએસપી સાગર બાગમાર સતર્ક થઇ ગયા હતા અને બાતમીના આધારે બુધવારે બપોરના સમયે કુખ્યાત બુટલેગર અનિલ બારૈયા ઉર્ફે ડાબલીના બાપુની વાડીમા આવેલા “પંચદેવ કૃપા” નામના રહેંણાક મકાનમા ડીવાયએસપી અને તેની ટીમે દરોડા પાડતા 22,47,800ની કિમતની કુલ 10,047 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.

 

આ દરોડામા પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો જુનાગઢવાળા ધિરેન અમૃતલાલ કારિયા અને ડાબલીએ સાથે મળી ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમા બહાર આવ્યુ છે. આ ઉપરાંત દેશી દારૂની ભાઠ્ઠીના સાધનો પણ મળી આવ્યા હતા.

 

આ દરોડા દરમિયાન કિશોર ઉર્ફે ટોની મનસુખભાઇ બારૈયાની સ્થળ પરથી જ ધરપકડ કરવામા આવી છે. જ્યારે અનિલ ઉર્ફે ડબલી, ધિરેન કારીયા અને ત્રણ અજાણ્યા શખ્સની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન ક્ર્યા છે.

 

ડીવાયએસપીના દરોડામાં પકડાયેલા દારૂનો અધધ જથ્થાને કારણે જેતપુર શહેર પોલીસ બેડામા સન્નાટો છવાઇ ગયો છે. શહેરમા ચારે તરફ ચર્ચાનો એક્જ વિષય છે કે જેતપુરમા આટલો મોટો જથ્થો આવ્યો ક્યારે ? ક્યારે થાળે પાળી દીધો ? શુ શહેર પોલીસને આ વાતની જાણ નહી હોય ? કે પછી આ બધુ તેમની મિઠી નજર હેઠળ જ ચાલતુ હતુ. જો બુટલેગર ડબલીની મોબાઇલ ડીટેઇલ તપાસવામા આવે તો અનેકની ઉંઘ હરામ થઇ જાય તેવી લોકોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here