મહિલા અને બાળ વિકાસ વિભાગ માં તાલુકા કક્ષાના “માતા પશોદા એવોર્ડ” એટલે એક કૌભાંડ કથા ?

0
48
ગુજરાત સરકાર “તપાસ કમિટી”ની રચના કરે તો મોટા પાપે ગેરરીતિ બહાર આવવાની શક્યતા !

ગુજરાત રાજ્યના તત્સમયના મુખ્યમંત્રી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આંગણવાડી વર્કર બહેનો સરસ કામગીરી બદલ પ્રોત્સાહન રૂપે માતા યશોદા એવોર્ડ આપવા માટે વર્ષ ૨૦૦૭ માં યોજના અમલ કરી હતી.

માનદ કાર્યકરો સેવાઓને વધુ સુદ્રઢ અને તેઓ વધુ કાર્યદક્ષતાથી પૂરી પાડે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવાના આશયથી રાજ્યસરકાર તરફથી માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે.

તાલુકા કક્ષાની માતા યશોદા એવોર્ડ માટે સરકારે નક્કી કરેલા કમીટીના સભ્યો દ્વારા પસંદગી કરીને માતા યશોદા એવોર્ડ આપવાનો હોય છે. પણ ઘણા ખરા તાલુકાઓમાં કમિટી ફક્ત કાગળ પૂરતી સીમિત રહીને રાજકીય ઘેરાબો ધરાવતા વર્કર હેલ્પરને આપી દેવામાં આવે છે અને કોઈ પ્રકારની કામગીરીની ચકાસણી કરવામાં આવતી નથી અમુક તાલુકાઓમાં ગ્રૂપ દીઠ વારા કાઢીને એવોર્ડ આપવામાં આવે છે જેથી જે લાયકાત દ્વારા બહેનો મળવા પાત્ર હોય તેને મળતો નથી.

ઘણા જિલ્લાઓમાં ક્રોસ ચેકિંગ સી.ડી.પી.ઓ દ્વારા કરવામાં આવે છે. પણ ફક્ત આજ દિન સુધીમાં આંગળી ના વેઢે ગણાય તેટલા ક્રોસ ચેકિંગ માં એવોર્ડ રદ કરવામાં આવ્યા હશે ? બાકી સબ સલામત નો રિપોર્ટ કરીને અગાઉ થી નક્કી કરેલા આંગણવાડી હેલ્પર વર્કર ને એવોર્ડ આપી દેવામાં આવે છે ભૂતકાળ માં ઘણા ખરા તાલુકાઓ માં એવોર્ડ માં ચાલતી ગેરરીતિ ફરિયાદો પણ થઈ આવી છે. ઘણા ખરા તાલુકાઓમાં તો અગાઉથી જ નિયત કરેલા આંગણવાડી વર્કર હેલ્પર ને એવોર્ડ આપી દેવા માટે નક્કી થઈ જાય છે. જેથી ઘણા બધા લયકાત વાળા આંગણવાડી હેલ્પર વર્કરનો અન્યાય થયો છે અને થઈ રહ્યો છે.

ઘણા ખરા તાલુકાઓમાં માતા યશોદા એવોર્ડ મુખ્ય સેવિકા, સી.ડી.પી.ઓ, અથવા કોઈ રાજકીય આગેવાનો ના સગા સ્નેહીને વર્કર હેલ્પર આપી દેવામાં આવે છે. જે કોઈ લાયકાત ધરાવતા નથી તેવાને મળી જાય છે.

 

ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન આપવામાં આવેલ તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ બાબતે તપાસ કમિટીની રચના કરીને તપાસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા ખરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here