કોરોના કરતાં વધુ જીવલેણ વાઇરસ મંકી B થી પ્રથમ દર્દીનું મૃત્યુ

0
31
ચીનમાં એક બીજા વાઈરસથી મનુષ્યને ચેપ લાગ્યો અને તેનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાંદરા દ્વારા ફેલાયેલા મંકી B વાઈરસના સંક્રમણની ઝપેટમાં આવવાથી પ્રાણીઓના એક ડૉક્ટરનું મોત નીપજ્યું છે. ચીનમાં આ વાઈરસથી મનુષ્યમાં સંક્રમણ ફેલાયું હોવાનો પહેલો કેસ છે. આ વાઈરસ કેટલો ઘાતક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એનાથી સંક્રમિત લોકોનો મૃત્યુદર 70થી 80 ટકા છે.

ગ્લોબલ ટાઈમ્સના અનુસાર, બીજિંગમાં મંકી B વાઈરસથી પ્રાણીઓના એક ડૉક્ટરના મૃત્યુનો પહેલો કેસ સામે આવ્યો છે. જોકે ડૉક્ટરના સંપર્કમાં આવેલા લોકો અત્યારે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. 53 વર્ષીય પશુ ચિકિત્સક એક ઈન્સ્ટિટ્યૂટમાં નોન-હ્યુમન પ્રાઈમેટ્સ પર રિસર્ચ કરી રહ્યો હતો.

ડૉક્ટરે માર્ચમાં બે મૃત વાંદરા પર રિસર્ચ કર્યું હતું. ત્યાર બાદ તેનામાં ઉબકા અને ઊલટીના શરૂઆતનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. રિપોર્ટ અનુસાર, સંક્રમિત ડૉક્ટરને ઘણી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં 27 મેના રોજ તેનું મૃત્યુ થઈ ગયું.

ICMRના પૂર્વ કન્સલ્ટન્ટ ડૉક્ટર વીકે ભારદ્વાજ જણાવે છે કે હર્પિસ B વાઈરસ અથના મંકી વાઈરસ સામાન્ય રીતે વયસ્ક મેકાક વાંદરાથી ફેલાય છે. એ સિવાય રિસસ મેકાક, ડુક્કરની પૂંછડીવાળા મેકાક અને સિનોમોલગસ વાંદરા અથવા લાંબી પૂંછડીવાળા મેકાકથી પણ આ વાઈરસ ફેલાય છે.

ડૉક્ટર ભારદ્વાજ જણાવે છે, તે મનુષ્યમાં ભાગ્યે જ જોવા મળે છે, કેમ કે આ વાઈરસ અત્યારસુધી ભારતના વાંદરામાં નથી આવ્યો, પરંતુ જો કોઈ મનુષ્ય આ વાઈરસથી સંક્રમિત થઈ જાય છે તો તેને ન્યુરોલોજિકલ બીમારી અથવા મગજ સાથે સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here