અરવલ્લી : મોડાસા ખાતે ઉજવાશે ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ

0
32અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

ભારતિય સંસ્કૃતિમાં માનવ જીવનમાં ગુરુ શિષ્ય સંબંધ અગત્યનું મહત્વ ધરાવે છે. માતા પિતા બાળકને જન્મ પછી પોષણ આપી ઉછેરે છે. શિલ્પકાર જેમ પથ્થરને ઘડીને સુંદર પ્રતિમા બનાવે છે. તેમ સાચા ગુરુ આત્મજાગૃતિનું જ્ઞાન આપીને શિષ્યને સન્માર્ગે ચાલવા સાચી દિશાધારા બતાવે છે. માનવ મનમાં વ્યાપેલ બુરાઈઓને દૂર કરવા ગુરુ જન સમાજના કલ્યાણ માટે જીવન જીવે છે. ગુરુના સ્થૂળ શરીર કરતાં એમની વિચારધારા ખૂબજ મહાન હોય છે
ગાયત્રીના સિદ્ધ સાધક ,તપસ્વી, લેખક, સ્વાતંત્ર્ય સેનાની, વિશ્વભરના માનવી માટે જેમના હ્ય્દયમાં કરુણા રહી છે. એવા ગુરુ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ એજ મંત્ર આપ્યો પૂજા મારી નહીં, મારા વિચારોની કરો. મારા સિદ્ધાંતો ,નિતિઓનું પાલન કરો. મારા વિચારોને જન જન સુધી પહોંચાડી માનવતાની સેવામાં લાગી જાઓ એજ મારા શિષ્યોની ગુરુ દક્ષિણા છે. આ મહાન ગુરુના આજે પંદર કરોડથી પણ વધારે શિષ્યો વિશ્વભરમાં માનવતાને બચાવવા અવિરત પ્રયાસ કરી રહેલ છે
ગાયત્રી પરિવારના અગ્રણી હરેશ કંસારાના અનુસાર આવી રહેલ ૨૪ જુલાઈ, શનિવારે ગુરુ શિષ્ય વચ્ચેના અનેરા ગુરુપૂર્ણિમાનો આ ભવ્ય ઉત્સવ ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા દ્વારા સમગ્ર ક્ષેત્રમાં ઉજવાશે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ ઉત્સવ સામૂહિક નહીં પણ પારિવારીક- વ્યક્તિગત ઉજવાશે. મોડાસા સહિત આસપાસના ગામોના ઘેર ઘેર પોતાના પરિવારના સદસ્યો આ પવિત્ર દિવસે પોતાના ઘેર ધ્યાન, મંત્રજાપ, ગાયત્રી યજ્ઞ, દિપયજ્ઞમાં આહુતિ આપી પોતાના જીવનમાં લીધેલ ગુરુદિક્ષા સમયના સંકલ્પોને યાદ કરી પોતાના જીવનમાં પુનઃ સંકલ્પિત થશે
ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ફક્ત દર્શન અને પાદૂકા પૂજન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે દર્શનાર્થીઓ આવી પૂજન કરી બાકીની ઉજવણી પોતાના ઘેર કરશે. દરેક સાધકો દ્વારા પોતાના ઘેર ઘેર ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આમ ગુરુપૂર્ણિમા એક સ્થાન પર જ નહીં પરંતુ અનેક સ્થાનો પરિવારોમાં ભવ્ય ઉજવણી થશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here