સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને પોતાની રીતે સ્કૂલો શરૃ કરી દેવા ચીમકી આપી

0
37સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને અગાઉ ગુરૃવારથી પોતાની રીતે સ્કૂલો શરૃ કરી દેવા ચીમકી આપી હતી પરંતુ આજે મંડળની મળેલી મીટિંગમાં સરકારને વધુ બે દિવસની મુદત અપાઈ છે અને હવે સરકાર આવતીકાલે નિર્ણય નહી લે તો ૨૪મીએ શનિવારે ગુરૃ પૂર્ણિમાના દિવસથી ૯થી ૧૧ના વર્ગો શરૃ કરી દેવામા ચીમીકી અપાઈ છે. સુરતના મંડળ દ્વારા શનિવારે ગુરૃ પૂર્ણિમાંએ ૪૦૦થી વધુ ખાનગી સ્કૂલો શરૃ કરી દેવા અને વિદ્યાર્થીઓને રૃબરૃ બોલાવી ગુરૃ પૂર્ણિમાની ઉજવણી પ્રત્યક્ષ શિક્ષક સાથે શરૃ કરવા જાહેરાત કરાઈ છે.

સરકાર પણ ધો.૯થી ૧૧ના વર્ગો ઓફલાઈન શરૃ કરવાના મૂડમાં છે અને વાલીઓનો પણ કોઈ ખાસ વિરોધ નથી ત્યારે સંચાલકોના ભારે દબાણ અને ચીમકીને પગલે આવતીકાલે સરકાર નિર્ણય લઈ શકે છે. ૧૫મી જુલાઈથી શરૃ થયેલી ધો.૧૨ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ હાજરી પણ હવે ૫૦ ટકાથી વધી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here