ભારતમાં ત્રીજી લહેરના ભણકારા 13 રાજ્યોમાં વધી રહ્યા છે કેસ

0
25વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે. ભારતમાં દૈનિક 40 હજારની આસપાસ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. આમ દેશમાં કોરોનાના કેસની ગતિ સ્થિર છે. પરંતુ 13 રાજ્યોમાં વધતા કોરોના કેસના આંકડા ત્રીજી લહેરની શરૂઆત થવાની આશંકા દર્શાવવા પૂરતા છે.

દેશના 13 રાજ્યોમાં વધતા કોરોના કેસ ક્યાંકને ક્યાંક કોરોનાની ત્રીજી લહેરની આશંકા માટે ચિંતા જનક છે. કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ ઉપરાતં ઉત્તર પૂર્વના તમામ આઠ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસ વધી રહ્યા છે. તો બીજીતરફ દેશમાં દૈનિક કોરોના કેસ 40 હજારની આસપાસ જોવા મળી રહ્યા છે.

જોકે મોટા પ્રમાણમાં રસીકરણ છતા બ્રિટન ,રશિયા સહિતના દેશોમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. જેને ભારતની ચિંતા વધારી છે. જોકે નિષ્ણાંતોના મતે મોટા પ્રમાણમાં એન્ટીબોડી મળવી તે બાબતો સંકેત છે કે, કોરોનાની ત્રીજી લહેર ગત લહેર જેટલી ભયાનક નહી હોય.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here