વિજાપુર શહેરના નાગરીકો ઉપર શંકાસ્પદ હાલત માં ફરતા હોવાના પોલીસે કેસો બનાવતા ભારે ચર્ચા

0
20વિજાપુર શહેર ના નાગરીકો ઉપર શંકાસ્પદ હાલત માં ફરતા હોવાના કેસો પોલીસ બનાવતા ચર્ચા

વિજાપુર શહેર માં સાંજ ના બાદ લોકો ની અવર જવર ને મુદ્દે રાત્રી ના અગીયાર વાગ્યા ની આસપાસ માં પોલીસ પેટ્રોલીંગ કરીને મોડી રાત્રીએ ફરતા હોવાના વારંવાર કેસો ઉભા કરવા ને મુદ્દે શહેરી જનો માં ભારે ચર્ચા નો વિષય બન્યો છે રાત્રી અગીયાર વાગે ના સમયે કેટલાક લોકો બહાર થી આવી ભુખ લાગતા લોજ માં જમવા બેઠા હતા અગિયાર ના સમયે પોલીસ ની ગાડી આવી ઉભી રહે છે અને લોકોને ખોટી શંકાના આધાર ઉપર ઝડપી ને સૂર્યાસ્ત થી સર્વોદય સુધીના ના રખડતા ભટકતા નો કેસ બનાવી ખોટી રીતે નાગરીકો ને પરેશાન કરી રહી હોવાની લોકોમાં ભારે ચર્ચા જગાવી છે પકડાયેલા માંથી એક નાગરિક પોતાના ભાઈ ને કેન્સર થયો હોવાથી બીજા મોહલ્લાહ માં રહેતો હોવાથી ખબર ખબર કાઢીને ઘેર જતો હતો અને અગિયાર ના સમયે રસ્તા માં રોકી ગાડી માં બેસાડી પોલીસ મથકે લઈ જઈ ને મોડી રાત્રીના બેસાડી શંકાસ્પદ ફરતો ભટકતો બતાવી ને ફરીયાદ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેવી નગરજનો માં ભારે ચર્ચા ઓ ફેલાયી છે પોલીસ લોકોના રક્ષણ માટે છે તે તાલુકા ની તેમજ શહેર ની જનતા જાણે છે પોલીસ ને કેટલાક લોકોના કેહવા પ્રમાણે રોડ ઉપર ઘર હોય અને ઘર ના ઓટલા ઉપર થી ઉઠાવવા નો પોલીસે પ્રયાસ કર્યો હોવાની ચર્ચા થી પોલીસ મોડી રાત્રી એ શું કરવા માંગતી હશે કેમ મનમાની કરી મોડી રાત્રીનો કેસ બનાવી રહી છે તેવા પ્રશ્નો શંકા કુશંકા ઉભા કરે છે જીલ્લા પોલીસ વડા લોકોની રક્ષા માટે પોલીસ છે નહીંકે લોકોને ગેરમાર્ગે દોરવા માટે પોલીસ કેટલીક જગ્યાએ માનવતાવાદી કામ કરતી હોય છે પોલીસ પ્રજાનો સેતુ છે એવી ભાવના રાખવા ને બદલે વિજાપુર પોલીસ મથકે નોંધાયેલ ફરતા ભટકતા લોકો ના ઉભા કરેલા કેસો ની તપાસ કરે તો કોઈ શહેર કે તાલુકા ના બહાર નો નથી એક કેસ ના અપવાદ સિવાય શુ શહેરમાં રહેતા બધા લોકો પોલીસ ની નજરમાં ગુનેગારો છે કે શું તે પ્રશ્નો ને લઈને હાલ માં પોલીસ અગીયાર વાગે પકડે છે મોડી રાત્રી સુધી બેસાડી સમય સર કેસ નોંધી ને વધુ કાર્યવાહી કરી રહી છે તેવી ચર્ચા એ ભારે જોર પકડ્યો છે
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here