વેજલપુર પોલીસે મહેલોલ ની મુવાડી ગામે થી 20 પેટી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડયો

0
10પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ આર ડી ચૌધરીને બાતમી મળી કે ગોધરાતાલુકાના મહેલોલ ની મુવાડી ખાતે રહેતા સંજય અશ્વિનભાઈ ચૌહાણ તથા દિલીપ અશ્વિનભાઈ ચૌહાણ તથા દિલીપ ઉર્ફે ભોપો શાંતિલાલ માયાવંશી રે. રામપુર જોડકા એમ ત્રણેય જણા ભેગા મળીને સંજય અશ્વિનભાઈ ચૌહાણ ના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે તેવી બાતમીને આધારે પોલીસે રેડ કરતા બાતમી વાળા ખેતરમાં થી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૭૫૦ એમ.એલ.ની ચાર પેટી,૧૮૦ એમએલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની નવ પેટી, ૬૫૦ એમએલ બીયરના ટીન ની સાત પેટી મળી કુલ ૨૦ પેટી કુલ બોટલો નંગ ૫૬૪ જેની કિંમત રૂ ૬૯,૯૯૬/ ગણી પ્રોહીબિશન નો ગણમાન્ય કેસ શોધી કાઢી ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here