કોરોનાની સંભવિત થર્ડ વેવને લઈને જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી. મોડિયાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

0
61
🔸 કલેક્ટર શ્રી દ્વારા કોરોના મહામારી નાં સંભવિત થર્ડ વેવની સામે નાગરિકોને રક્ષણ આપવા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા કરી

રિપોર્ટર: મનિષ કંસારા
ભરૂચઃ ભરૂચ જિલ્લામાં કોરોનાની સંભવિત થર્ડ વેવને લઈને જિલ્લામાં કામગીરી સુચારૂ અને વ્યવસ્થિત રીતે પરિણામલક્ષી થાય તે હેતુસર આગોતરા આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાના અધ્યક્ષ સ્થાને ગઈકાલે ક્લેક્ટર કચેરીનાં સભાખંડમાં આરોગ્ય વિભાગનાં અધિકારી અને વિવિધ કામગીરી માટે નિયુકત થયેલ નોડલ અધિકારીઓ સાથે બેઠક મળી હતી.
કલેક્ટર શ્રી દ્વારા કોરોના મહામારી નાં સંભવિત થર્ડ વેવની સામે નાગરિકોને રક્ષણ આપવા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓ અંગે સમિક્ષા કરી હતી. લોકોને કોરોનાથી બચાવી શકાય અને યોગ્ય અને પૂરતી સારવાર મળી રહે તે માટે જરૂરી હોસ્પિટલ, બેડની કેપીસીટી, ઓક્સિજન બેડ, આઈસીયુ, બાયપેપ, વેન્ટિલેટર સાધનોની ઉપરાંત મેડીકલ ઇકવીપમેન્સ,ઓકિસજન પ્લાન્ટસ,ઓકિસજન કોન્સન્ટ્રેટર, દવાઓ, મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ, ફાયર અંગેની એનઓસી, હોસ્પિટલોની વિઝીટ, મંત્રીશ્રીએ આપેલ સુચનાઓનો અમલ, વિગેરે બાબતોની વિસ્તૃત જાણકારી મેળવી ઉપયોગી માર્ગદર્શન પુરું પાડયું હતું. કલેક્ટરશ્રીએે આરોગ્ય વિભાગનાં અધિકારીઓ અને નોડલ અધિકારીઓને સોંપેલ કામગીરી માઇક્રોપ્લાનીંગથી કામ કરવાની સુચનાઓ આપી હતી.
કોવિડ-૧૯ના વ્યવસ્થાપન અંતર્ગત વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે તેઓએ કામગીરીનું યોગ્ય અને અસરકારક સંકલન થાય અને જિલ્લામાં આ કામગીરી સુચારુ અને વ્યવસ્થિત રીતે પરિણામલક્ષી કામગીરી કરવા પર ખાસ ભાર મૂકયો હતો. નિયુકત થયેલ જિલ્લાનાં અધિકારીઓએ રાજ્યકક્ષાએ થી નિમાયેલ અધિકારીઓ સાથે સંકલનમાં રહી તેમના દ્વારા સુપરત કરવામાં આવતી તમામ કામગીરીનો ઝડપથી અમલ કરવાનો રહેશે અને સોંપેલ કામગીરી સુપ્રેરે અદા કરવાની રહેશે તેમ જણાવ્યું હતું.
બેઠકમાં નોડલ અધિકારીશ્રી નિલેશ પટેલ દ્વારા કોરોના અંગે થયેલ કામગીરી તેમજ સંભવિત ત્રીજી લહેરની તૈયારી અંગેનાં આયોજનનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.ડી.પટેલ, પ્રાયોજના વહીવટદારશ્રી અસારી, જિલ્લાનાં પ્રાંત અધિકારીશ્રીઓ સર્વશ્રી રમેશભાઈ ભગોરા, શ્રી એન.આર. પ્રજાપતિ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દુલેરા, સીવીલ હોસ્પિટલ નાં આરએેમઓ ડો. એસ.આર. પટેલ, આરોગ્ય વિભાગનાં અધિકારીગણ, નોડલ અધિકારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here