વાગરા પો.સ્ટે. અપહરણનાં ગુનામાં ભોગબનનાર બે બાળાઓને ગણતરીનાં કલાકોમાં શોધી કાઢતી વાગરા પોલીસ

0
57રિપોર્ટર: મનિષ કંસારા
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ના ઓ દ્વારા જીલ્લામાં દાખલ થયેલ અપહરણ તથા પોક્સો જેવાં સંવેદનશીલ ગુનાઓમાં ઝડપી તપાસ કરી ગુનો ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય.

જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી. ગોહીલ જંબુસર વિભાગ જંબુસર નાઓ નાં માર્ગદર્શન હેઠળ વાગરા પો.સ્ટે. ખાતે તા.૨૦/૦૭/૨૦૨૧ નાં રોજ દાખલ થયેલ ગુ.ર.નં. ૧૧૧૯૯૦પ૬૨૧૦૮૫ર/ર૦ર૧ ઇ.પી.કો. ક.૩૬૩ મુજબનાં ગુનાની તપાસ ઇન્ચા.સર્કલ પો.ઇન્સ્. શ્રી કે.વી. બારીયા જંબુસર સર્કલ જંબુસરના ઓ ચલાવી રહેલ હોય જે અંતર્ગત ગુનાના કામે ભોગ બનનાર બંને બાળાઓ અનુક્રમે ઉ.વ.૧૩ તથા ઉ.વ.૧૪ નાની કોઈ અગમ્યકારણોસર ગુમ થયેલ હોય જેથી ગુનાની સંવેદનશીલતા ધ્યાને લઈ અલગ-અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે તપાસ કરતા બંને બાળાઓ ગામ જાંબુડી તા.હિમતનગર જી.બનાસકાંઠા પોતાનાં સંબંધીના ઘરે હોવાનું જાણવાં મળેલ જેથી તુરંત હકીકત બાબતે ગાંભોઈ પોલીસ સ્ટેશન સંપર્ક કરી સદર બંને ભોગ બનનારી બાળાને હસ્તગત કરાવી વાગરા પો.સ્ટે.થી પોલીસ ટીમ મોકલી આપી બંને બાળાઓનો કબજો મેળવી વાલીઓને સોંપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ગુનો દાખલ થયાનાં ૪૮ કલાક જેટલા ટુંકા ગાળામાં ભોગબનનાર બાળાઓને સુરક્ષિત રીતે શોધી કાઢવા બદલ ભોગ બનનાર નાં વાલી-વારસો તથા સગા-સંબધીઓ દ્વારા ભરૂચ જીલ્લા પોલીસની ત્વરીત અને ઝડપી કામગીરીને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવવામાં આવેલ. ઉપરોક્ત કામગીરી ઈન્ચાર્જ સર્કલ પો.ઇન્સ્પેક્ટર શ્રી કે.વી. બારીયા જંબુસર સર્કલ તથા પો.સબ. ઇન્સ્પેક્ટર વી.એ. રાણા વાગરા પો.સ્ટે. તથા અ.હે.કો. ભોપાભાઈ ગફુરભાઈ બ.નં.૧૭૫૬ તથા આ.પો.કો. પ્રવીણસિંહ અગરસિંહ બ.નં.૩૧૯ તથા વુ.પો.કો. તુલસીબેન અરવિંદભાઈ બ.નં.૦૨૧૬૩ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here