નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નામલપુર ગામે 66 કેવી સબસ્ટેશનનું ડભોઇ ધારા સભ્ય શૈલેષભાઇ મહેતા ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

0
49


  • નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નામલપુર ગામે 66 કેવી સબસ્ટેશનનું ડભોઇ ધારા સભ્ય શૈલેષભાઇ મહેતા ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
  • રિપોર્ટર વસીમ મેમણ  તિલકવાડા

હાલમાં ગુજરાત સરકાર દ્વારા પ્રજા ને પૂરતી સુવિધા મળી રહે તે મટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો ) દ્વારા તિલકવાડા તાલુકાના નામલપુર ખાતે 515.59 લાખ ના ખર્ચે 66 કેવી સબસ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યુ છે જેના લોકાર્પણ કાર્યક્રમ માં ડભોઇ ધારા સભ્ય શૈલેષભાઇ મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા

નામલપુર ખાતે 66 કેવી સબ સ્ટેશન બનાવથી આસ પાસ ના 16 કિલો મીટર માં આવેલા રહેઠાણ ખેતીવાડી અને વાણિજ્ય મળી કુલ 25 જેટલા ગામોને 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે આ સબસ્ટેશન ને હયાત 66 કેવી સોઈકુવા . તિલકવાડા . વિજરેશા માંથી લીલો કરીને 66 કેવી નામલપુર સબ સ્ટેશનમાં પ્રસ્થાપિત કરેલ છે વીજ માંગ ની જરૂરિયાત ને ધ્યાન માં રાખિ ને સબ સ્ટેશનની સ્થાપિત ક્ષમતા 30 એમ વી એ ની કરેલ છે જેમાં અંદાજીત 8000 જેટલા વીજ ગ્રાહકો ને લાભ મળશે અને સંબંધિત વિસ્તારોને પૂરતા વીજદબાણથી ગુણવત્તાસભર વીજપુરવઠો મળી રહેશે

ખેતી અને ગ્રાહકો ને સતત વીજ પુરવઠો મળશે નર્મદા જિલ્લા આ હાલ 66 કેવિના કુલ બે સબસ્ટેશન છે જે ખઇડીપાડા અને મોટા રાયપુરા માં આવેલ છે અને તિલકવાડા તાલુકામાં નવા બે સબ સ્ટેશન બનાવવામાં આવ્યા છે જે કટકોઈ અને નામલપુર ગામ નજીક બનાવવામાં આવ્યા છે જેમાં કટકોઈ ખાતે બનાવવા આવેલું સબસ્ટેશન નું લોકાર્પણ તાલુકા પ્રમુખ પારૂલબેન તડવી ના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું જ્યારે નામલપુર ખાતે બનાવવામાં આવેલું 66 કે વી સબ સ્ટેશન ના લોકાર્પણ કાર્યક્રમ માં ડભોઇ ધારા સભ્ય શૈલેષભાઈ મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને રીબીન કાપીને સબ સ્ટેશન નું શુભારંભ કરવામાં આવ્યો

તે ઉપરાંત તાલુક ભાજપા પ્રમુખ બાલુભાઈ બારિયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ બિંદીયાબેન રાઈ જિલ્લા પંચાયત બાળ કલ્યાણ કચેરમેન શ્રધ્ધાબેન બારિયા તિલકવાડા મામલતદાર આર જે ચૌહાણ જેટકો ના કાર્યપાલક ઈજનેર બી એમ પરમાર અને બાંધકામ કાર્યપાલક ઈજનેર વાય એમ જરીવાલા સહિતના મહાનુભવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here