NEET સ્કોર વગર BSc નર્સિંગમાં નહીં મળે પ્રવેશ

0
45






બીએસસી નર્સિંગ કોર્સમાં પ્રવેશ મેળવવા માગે છે, તેમના માટે હાલ મોટા સમાચાર આવ્યા છે. હવે બીએસસી નર્સિંગમાં એડમિશન માટે તેમને નીટ 2021 પરીક્ષામાં બેસવાનું રહેશે. હકીકતમાં જોઈએ તો, બીએસસી નર્સિગ કોર્સમાં પ્રવેશ માટે નીટ સ્કોરને ફરજિયાત બનાવી દીધો છે. એટલે કે હવે આ કોર્સમાં નીટ સ્કોરના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીના અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ અને બીએસસી નર્સિંગમાં પ્રવેશ માટે અરજીઓ મગાવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 10 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી છે. ઉમેદવા 10 ઓગસ્ટ સુધીમાં સાંજના 5 કલાક સુધી અરજી કરી શકશે. તેના માટે પરીક્ષાનું આયોજન 12 સપ્ટેમ્બરના રોજ થશે.

બીએસસી નર્સિંગમાં પ્રવેશ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 17 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારે 12ની પરીક્ષા ફિજીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી સાથે પાસ કરેલી હોવી જોઈએ. PCBમાં ઓછા ઓછા 45 ટકા માર્ક્સ હોવા જોઈએ. જે વિદ્યાર્થીઓએ રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત ઓપન સ્કૂલ અને નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઓપન સ્કૂલમાં સાયન્સ તથા ઈંગ્લિશ સાથે ધોરણ 12 પાસ કર્યુ છે. તે પણ બીએસસી નર્સિંગમાં એડમિશન માટે યોગ્ય માનવામાં આવશે. પીસીબીમાં 40 ટકા અંક લાવનારા એસસી, એસટી અને ઓબીસી ઉમેદવાર પણ યોગ્ય માનવામાં આવશે. અંગ્રેજી વિષય ફરજિયાત છે.

અલગ અલગ નર્સિંગ કોલેજોમાં બીએસસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માગતા ઉમેદવારને એનટીએ દ્વારા સંબંધિત કોલેજોમાંથી પાત્રતા માપદંડની તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે.બીએસસી નર્સિંગમાં પ્રવેશ માટે નીટ સ્કોર પર વિચાર કરવાનો નિર્ણય સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાલય-ડીજીએચએસ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ભલામણ બાદ લેવાયો છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here