રિવર રાફ્ટિંગ કરવા આવેલા પ્રવાસી ને કડવો અનુભવ

0
21


કેવડીયાકોલોની
રિપોર્ટ – અનીશખાન બલુચી

રિવર રાફ્ટિંગ કરવા આવેલા પ્રવાસી ને કડવો અનુભવ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાકોલોની અહીં રોજના હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી. રિવર રાફ્ટિંગ . જંગલ સફારી . જેવા અનેક પ્રોજેક્ટો ની મજા માણવા માટે પ્રવાસીયો આવે છે અહીં કેટલા દિવસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીને કોઇકને કોઇક બાબતે હેરાન પરેશાન થાય છે.

આજે અમદાવાદથી આવેલા સંજય મોદી નામના પ્રવાસીએ રિવર રાફ્ટિંગ નું ઓનલાઇન બુકીંગ કરાવેલું અને ટિકિટ નું પેમેન્ટ પણ ઓનલાઇન કરેલું બે ટિકિટ બુક કરાવી હતી એમાં એક લેડીઝ અને એક જેન્સ જેમાં જેન્સ ની ઉંમર ૫૯ વર્ષ હતી રાફ્ટિંગ નો સ્લોટ દસ વાગ્યાનો હતો પ્રવાસી જ્યારે રિવર રાફ્ટિંગ ના કાઉન્ટર પર ભારત ભવન ખાતે ગયા ત્યાં એવું કહેવામાં આવ્યું કે અહીં એજ લિમિટ છે તો તમે રિવર રાફ્ટિંગ નહીં કરી શકો. પ્રવાસીને કાઉન્ટર ઉપર કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો જે ઓનલાઇન પેમેન્ટ કપાયું હતું તે પણ રિફંડ આપવાની કોઈ બાહેધરી કે આશ્વાસન આપવામાં આવ્યું ન હતું.

પ્રવાસી નું કહેવું છે કે ગઈ કાલે ઘણા પ્રવાસીઓ લેઝર શો જોયા વિના પરત ફર્યા.

આ બાબતે પ્રવાસી નું શું કહેવું છે સાંભળોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here