જેતપુર સિવિલ હોસ્પીટલમાં 54 લાખના ખર્ચે ઉભો કરાયેલ ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ

0
78


રિપોર્ટર ચુડાસમા વિક્રમસિંહ જેતપુર

જેતપુર સિવિલ હોસ્પીટલમાં 54 લાખના ખર્ચે ઉભો કરાયેલ ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ

જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. કોરોનાની ત્રીજી લહેરમાં કોઈપણ પ્રકારની ઓક્સિઝન અછત ના પાડે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંભવ તમામ પ્રયાસ કરી રહી છે.
જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની ગ્રાન્ટમાંથી જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ધાટન પ્રસંગે જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખશ્રી કુસુમબેન સખરેલીયા તેમજ જેતપુર શહેર મામલતદાર ગીનીયા સાહેબ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ધારાગૌરીબેન ક્યાડા,જેતપુર તાલુકા ભાજપ પ્રમુખશ્રી વેલજીભાઈ સરવૈયા,જેતપુર શહેર ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ જોગી તેમજ હોસ્પિટલના અધિક્ષક ડો. નિકિતાબેન,તાલુકા વિકાસ અધિકારી કુંગસિયા તેમજ જેતપુર નગરપાલિકાના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન સ્વાતિબેન જોટગિયા ની હાજરીમાં કરવામાં આવ્યું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here