હાલોલ:વિકાસ દિવસ અંતર્ગત કવાંટ, જામનગર લોંગરૂટની બે બસો હાલોલ ડેપોને ફળવતા ફેલાઈ ખુશી

0
31


પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે યોજાયેલા વિકાસ દિવસના કાર્યક્રમ માં પંચમહાલ જિલ્લામાં પાંચ નવી એસટી બસોની ફાળવણી કરાઈ હતી જેમાં પાંચ પેકી 2 એસ.ટી.બસો હાલોલ એસ.ટી.ડેપોને ફાળવવામાં આવતા હાલોલ એસટી તંત્રના કર્મચારીઓ સહિત પ્રજામાં ખુશી વ્યાપી ગઈ હતી જેમાં હાલોલ ને એસટી ડેપોને ફળવાયેલ અધતન ટેકનોલોજી વાળી બસો કવાટ વાયા રાજકોટ,જામનગરના લાંબા રૂટ પર કાર્યરત રહેશે જેમાં કવાટ થી ઉપડનારી આ બસમાં હાલોલ સહિત જામનગર સુધીના શહેરોની મુસાફરોને આધુનિક બસમાં આરામદાયક મુસાફરી નો સુખદ અનુભવ થશે આ અગાઉના હાલોલ એસટી ડેપોને આપી બે આધુનિક બસો ફાળવાઇ હતી જેને લઇ ચાર આધુનિક બસો એસટી ડેપો ખાતે કાર્યરત થતાં હાલોલ એસટી ડેપોના કર્મચારીઓમાં ખુશી વ્યાપી ગઈ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here