હોસ્ટેલની બહાર કાઢશે તો કોલેજની બહાર પાથરણાં પાથરીને રહીશું : રેસિડેન્ટ ડોક્ટરો

0
27


રાજ્યભરમાં બોન્ડના સમયમાં ફેરફારને લઈને રેસિડેન્ટ ડોક્ટરો સરકાર સામે હડતાળ પર ઊતર્યા છે, જે મુદ્દે અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરામાં હડતાળમાં જોડાનારા રેસિડેન્ટ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચારેય શહેરોમાં અંદાજે 2000થી વધુ રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયેલા છે, જેમાં આજે શનિવારે પણ તેમની હડતાળ યથાવત્ રહી હતી અને આગામી સોમવારથી હડતાળ વધારે ઉગ્ર બનશે એવી ચીમકી પણ આપવામાં આવી રહી છે.

બીજી બાજુ, સરકાર આ વિવાદમાં નમતું જોખવા તૈયાર નથી. એવામાં રેસિડેન્ટ ડોક્ટરો હવે છેક સુધી લડી લેવાના મૂડમાં છે. હવે અમદાવાદ સિવિલના રેસિડેન્ટ ડોકટરો કહી રહ્યા છે કે જો અમને હોસ્ટેલમાંથી કઢાશે તો કોલેજની બહાર સામાન લઈને બેસી જઇશું, પણ હવે સ્વમાન માટે લડી લઈશું.

છેલા ઘણા દિવસોથી બી.જે. મેડિકલ કોલેજ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્સ ડોકટર હડતાળ પર છે. કોરોના સમયમાં દરેક ફિલ્ડના ડોકટર પોતાને સોંપેલા દરેક કામ કર્યાં છે. ત્યારે તેમને બોન્ડ અંગે જાહેરાત કરી હતી, એ હવે નવા જી.આર. પ્રમાણે અમલ થવાની વાત સામે આવતાં રાજ્યના તમામ રેસિડેન્સ ડોકટર તેમની રજૂઆત કરવા કમિશનર પાસે ગયા હતા. રેસિડેન્ટ ડોક્ટરના જણાવ્યા અનુસાર, તેઓ પોતાની રજૂઆત કરવા ગયા ત્યારે તેમની સાથે સારું વર્તન ન થયું અને હવે તેઓ પોતાની માગ સાથે હડતાળ પર હતા, ત્યારે સમગ્ર હોસ્ટેલમાંથી ડોક્ટરને રૂમ ખાલી કરવા સૂચના આપવમાં આવી છે. ત્યારે અમદાવાદ રેસિડેન્સ ડોકટરોએ આજે Divya Bhaskarને જણાવ્યું છે કે અમે છેક સુધી લડત કરવાના છીએ. એટલું જ નહીં, અમને ગઈકાલે હોસ્ટેલ ખાલી કરવાની સૂચના આપી છે, પણ જો અમને હોસ્ટેલ ખાલી કરાવશે તો અમે કોલેજની બહાર, રોડ પર ફૂટપાથ પર સામાન લઈને બેસી જઈશું, પણ આ લડત ચાલુ રાખીશું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here