મોરબીમાં લગ્નની મંજુરી વગર લગ્નનું આયોજન કરનાર સામે ગુન્હો નોંધાયો.

0
27


રિપોર્ટર:- મીત વ્યાસ

મોરબીમાં લગ્નની મંજુરી વગર લગ્નનું આયોજન કરનાર સામે ગુન્હો નોંધાય.

રાજ્ય સરકાર દ્વારા લગ્ન માટેની મંજુરી લીધા બાદ લગ્નનું આયોજન કરવાની છુટ આપી છે અને મંજુરી લીધા વગર લગ્નનું આયોજન કરનાર સામે કાર્યવાહી કરવાની પોલીસને સુચના આપવામાં આવી છે ત્યારે મોરબીના માધાપર રામજી મંદિર સતવારા સમાજની વાડીમાં મંજુરી વગર લગ્નનું આયોજન કરનાર સામે જાહેરનામાં ભંગ બદલ ગુન્હો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી-૧૬ માં રહેતા જગજીવનભાઈ વનુભાઈ નકુમ એ મ્ધાપર રામજી મંદિર પાસે સતવારા સમાજની વાડીમાં પોતાની દીકરીના લગ્નનું આયોજન કયું હોય અને ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર લગ્નની કોઈ મંજુરી નહિ મેળવી કલેકટરના જાહેરનામનો ભંગ કર્યો હોય જેથી એ ડીવીઝન પોલીસે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here