મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘરનું ઘર મળતા  મુખ્યમંત્રીનો આભાર માનતા જિનતબેન

0
24


રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયવ્યાપી શરૂ કરાયેલા સેવાયજ્ઞના આઠમાં દિવસે ગરીબ ઉત્કર્ષ દિન નિમિત્તે મોરબી એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમમાં ટંકારાના મોડ જિનતબેન અબ્દુલ મહમદભાઇએ જણાવ્યું હતુ કે અમે પહેલા કાચા અને જૂના મકાનમાં રહેતા હતા જોકે હવે રાજય સરકારની મદદથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમને સહાય મળેલ છે. જેનાથી અમે હાલમાં બહુ પાકા મકાનમાં રહીએ છીએ. હાલમાં અમને કોઇ પણ જાતની તકલીફ પડતી નથી. પહેલા અમને ઘણી તકલીફ પડતી હતી. વરસાદના કારણે ઘરમાં પાણી ભરાય જતા હતા અને અમારો સમાન વારીઘડીએ ખરાબ થતો હતો. આથી તાલુકા પંચાયતના કર્મચારીશ્રીઓ અને ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનું છુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here