જ્હોન્સન એન્ડ જ્હોન્સનની 1 ડોઝવાળી કોરોના રસીને મળી મંજૂરી

0
21






ભારતમાં ત્રીજી લહેરના સંકટને અટકાવવા મોટા પાયે વેક્સિનેશન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યું છે. હવે વેક્સિનેશન કાર્યક્રમને આગળ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીની સિંગલ ડોઝ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામા આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જ્હોનસન એન્ડ જ્હોનસનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. જોકે આ મંજૂરી એવા સમયે મળી જ્યારે અમુક દિવસ પહેલા જ જ્હોનસન એન્ડ જ્હોનસને વેક્સિનના ઈમરજન્સી એપ્રૂવલની અરજી પરત ખેંચી હોવાના એહવાલ સામે આવ્યા હતા. જ્હોનસન એન્ડ જ્હોનસનની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળતા હવે મૉડર્ના અને ફાઈઝર જેવી વિદેશી કંપનીઓને વેક્સિનને પણ વહેલી તકે મંજૂરી મળે તેવી શક્યતા છે.

ભારતમાં કોરોનાવાયરસ સામેની જંગમાં રસીને સૌથી મોટું હથિયાર માનવામાં આવી રહ્યું છે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. દરમિયાન, અમેરિકન ફાર્મા કંપની જોહ્ન્સન એન્ડ જોનસને ભારતમાં સિંગલ ડોઝ કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગ (EUA) માટે મંજૂરી માંગી હતી જેના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે.

ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવનાર જોન્સન એન્ડ જોહ્ન્સનની રસી સિંગલ ડોઝ વાળી પ્રથમ રસી છે. તે જ સમયે, રસી મંજૂર થયા પછી, ભારત માટે આ પાંચમી કોરોના રસી હશે. અગાઉ ભારતમાં, કોવાક્સિન, કોવિશિલ્ડ અને સ્પુટનિક-વીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણ રસીઓ ડબલ ડોઝ છે અને લોકોને 2 ડોઝ લેવા પડે છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here