પંચમહાલ:કાંકણપુર ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કોવિડ રસીકરણ કાર્યક્રમ યોજાયો

0
34


પંચમહાલ.ગોધરા

રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના કાંકણપુર ખાતે આવેલી સર્વોદય ચેરીટેબલ સંચાલિત શ્રી જે.એલ.કોટેચા આર્ટસ અને શ્રીમતી એસ.એચ.ગાર્ડી કોમર્સ કોલેજ ખાતે એન.એસ.એસ યુનિટ અને સી.ડબલ્યુ ડી.સી તેમજ રોટરી ક્લબના સહયોગથી કોવીડ રસીકરણ શીબીરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં નદીસર આરોગ્ય કેન્દ્રના ડો હેમરાજ ની ટીમ હાજર રહીને આસપાસના ગ્રામજનોને પહેલા અને બીજા ડોઝનુ રસીકરણ કરવામા આવ્યુ હતુ. જેમા ૨૫૦ જેટલા લોકોને રસી મુકવામા આવી હતી.આ રસીકરણમાં આસપાસ આવેલા કાકણપુર,શિવપુરી, ટુવા, રામપુરા,મોર્યા,પઢીયાર, લાકોડના મુવાડા, વેગનપુર અને આજુબાજુના ગામલોકોએ રસીકરણ કેમ્પનો લાભ લીધો હતો. આ રસીકરણ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ અપુર્વ પાઠક, આસિ ગર્વનર ઉદય વેંદાતી, અરવિંદસિંહ બારીયા, સમીર પરીખ લાયબ્રેરીયન જે.પી બારીયા ઉપસ્થિત રહ્યા હતા.શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીના એન.એસ.એસ વિભાગના કો.ઓર્ડીનેટર ડો.એન.એચ.પટેલે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. સી ડબલ્યુસીના ડો. ઉષાબેન પટેલ એન.એસ.એસ પોગ્રામ ઓફીસર ડો.મહેશ રાઠવા કોલેજના આચાર્ય જે.એન.શાસ્ત્રી હાજર રહ્યા હતા.રસી મુકાવનારાઓને પ્રોત્સાહક ઈનામ આપવામા આવ્યા હતા.કોલેજતંત્ર દ્વારા આરોગ્ય ટીમનો પણ આભાર માનવામા આવ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here