3 લાખ 10 હજાર કરોડના દેવા તળે ડૂબેલી ગુજરાત સરકાર ઉજવણી કરે છે : મહેશ સવાણી

0
50


રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી સામે ‘આપ’ના સમાંતર વિરોધ કાર્યક્રમો આપી રહી છે ત્યારે આમ આદમી દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં આપ નેતા મહેશ સવાણીએ સરકારની કાર્યશૈલી ઉપર પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો. મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વિકાસ કર્યો છે જે અમે કબૂલ્યું છે અને એ વિકાસ રાજ્યને અંદાજે 3 લાખ 10 હજાર કરોડના દેવામાં ડૂબાડવાનો છે. આજે ગુજરાતમાં જન્મતો બાળક 46,000ના દેવા સાથે જન્મે છે જે રાજ્ય સરકારની દેણ છે.

ભાજપની સરકારની જે વિકાસની વ્યાખ્યા છે તેને બદલવાની જરૂર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રાંધણગેસનો ભાવ નેતાઓના ઘર, રાજકીય પક્ષોની કાર્યાલય તેમાં નોંધનીય રીતે વિકાસ કરવામાં ભાજપની પાર્ટી સફળ થઇ છે. આજે યુવાનો વિદેશોમાં ભણતર માટે જવા માટે લાઇનમાં ઊભા છે. કદાચ સૌથી વધુ યુવાનો દેશભરમાંથી ગુજરાતમાં એવા છે જે વિદેશ જવા ઈચ્છી રહ્યા છે. જે બતાવે છે કે યુવાનોને રોજગારી આપવામાં અને શિક્ષણ આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ છે.

પત્રકાર પરિષદને સંબોધતા મહેશ સવાણીએ કહ્યું કે રાજ્ય સરકાર જો ઉજવણી કરી રહી હોય તો તેમને અભિનંદન છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વખત મંચ ઉપરથી જાહેરમાં બોલવું જોઈએ કે આજે ગુજરાતનું દેવું કેટલું છે. રાજ્યમાં ભાજપ પક્ષનું શાસન હતું તેમણે રાજ્યને કેટલા દેવામાં ઉતાર્યું અને ત્યારબાદ 27 વર્ષમાં ભાજપની સરકારે રાજ્યને અંદાજે 3 લાખ 10 હજાર કરોડના દેવામાં ધકેલી દીધું છે. વિજય રૂપાણીએ પણ ગર્વભેર મંચ પરથી રાજ્યના દેવા અંગે વાત કરવાનો હું પડકાર ફેંકું છું. આજે ગુજરાતમાં જન્મ તો બાળક 46,000ના દેવા સાથે જન્મે છે જે રાજ્ય સરકારની દેણ છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here