રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને શ્રી ધમેન્દ્રસિંહ જાડેજા સોમવારે દાહોદની મુલાકાતે

0
24


 

 

દાહોદ, તા. ૭ : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યમંત્રી શ્રી ધમેન્દ્રસિંહ જાડેજા તા. ૯ ઓગસ્ટના સોમવારે દાહોદ જિલ્લાની મુલાકાતે છે. આ બંને મહાનુભાવો વિશ્વ આદિવાસી દિવસનાં કાર્યક્રમમાં ભાગ લેશે.
ઉક્ત તારીખે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી બનવા શ્રી પ્રદીપસિંહ જાડેજા દાહોદ સ્થિત પંડિત દીનદયાલ સભાગૃહમાં યોજાયેલા કાર્યક્રમમાં અને શ્રી ધમેન્દ્રસિંહ જાડેજા લીમખેડા સ્થિત મોડેલ સ્કુલ ખાતેના કાર્યક્રમમાં સહભાગી બનશે. આ ઉપરાંત તાલુકા મથકોએ પણ વિશ્વ આદિવાસી દિવસનાં કાર્યક્રમ યોજાશે.
૦૦LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here