મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં હોદેદારોની નિમણુક કરાઇ

0
23મોરબી: આમ આદમી પાર્ટીના ગુજરાતમાં જે વ્યાપ વધી રહ્યો છે. જેને લઈને મોરબી જિલ્લામાં પણ યુવાનો અને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાં આજરોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તથા મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના વિવિધ હોદેદારોની નીચે મુજબ નિમણુંક કરાઇ હતી.

જેમાં આમ આદમી પાર્ટીમાં માળિયા તાલુકા પ્રમુખ તરીકે પિયુશભાઈ લાલજીભાઈ વિઠ્ઠલાપરા, મોરબી તાલુકા પ્રમુખ તરીકે પ્રફુલભાઈ છગનભાઈ હોથી, હળવદ તાલુકા પ્રમુખ તરીકે હિતેશભાઈ મનસુખભાઇ વરમોરા, ટંકારા તાલુકા પ્રમુખ તરીકે નરોતમભાઈ છગનભાઈ ગોસરાની નિમણુંક કરવામાં આવી હતી.

જેમાં આમ આદમી મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે સંજયભાઇ જયંતિલાલ ભટાસણા, વનરાજસિંહ દિલિપસિંહ વાઘેલા, તોફિકભાઈ ઇસ્માઇલભાઈ અમરેલીયા, મહામંત્રી તરીકે જશવંતભાઈ વશરામભાઇ કગથરા, મંત્રી તરીકે પ્રાણજીવનભાઈ મનસુખભાઈ મસોત, હિતેશકુમાર પ્રવિણસિંહ રાઠોડ, રાજુભાઇ રામભાઈ ગઢવી, ભરતભાઇ જગજીવનભાઈ કાસુન્દ્રા, શંકરભાઈ જેસિંગભાઈ શિણોજીયા, સંગઠન મંત્રી તરીકે સચીનભાઈ જગદિશભાઇ કાનાબાર, પ્રવિણભાઇ વેલજીભાઈ ફેફર, અર્જુનસિંહ અનોપસિંહ વાળા, વિપુલભાઈ જેરામભાઇ પરમાર, ગીરધરભાઈ દેવજીભાઈ પરમાર, ખજાનચી તરીકે વિશાલભાઈ ગણપતભાઇ દવે, સોશ્યલ મિડિયા ઇન્ચાર્જ રાધેશભાઈ મનસુખભાઇ દેસાઈ, આઇ.ટી.ઇન્ચાર્જ પ્રદિપભાઈ નરભેરામભાઈ ભોજાણી, મિડીયા કન્વીનર ધવલભાઈ શૈલેષભાઈ ત્રિવેદી, લીગલ સેલ રહિશભાઈ કાસમભાઈ માધવાણીની નિમણુંક કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here