ઔધોગિક તાલીમ સંસ્થા, માળીયા મિયાણા ખાતેના નવનિર્મિત મકાનનું ધારાસભ્યાની ઉપસ્થિતિમાં  લોકાર્પણ કરાયું

0
22ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની સરકારને પાંચ વર્ષના સુશાસન દરમિયાન સેવા યજ્ઞ દ્વારા વિકાસની અનેક યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે આ નિર્ણયાત્મક, પારદર્શક સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા નવ દિવસીય સેવાયજ્ઞ દ્વારા વિકાસલક્ષી અનેક યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવા સુસાશનનાં પાંચ વર્ષ દરમિયાનના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.

વિકાસ દિવસ અંતર્ગત માળીયા(મિયાણા) આઇટીઆઇ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આઇ.ટી.આઇ. બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજરોજ દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલી ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને માળીયા(મિયાણા) ખાતે શ્રી બ્રિજેશભાઈ અમરશીભાઇ મેરજા, માનનીય ધારાસભ્યશ્રી મોરબી-માળીયા(મિયાણા)ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વિકાસ તરફ આગળ વધાર્યું તો પાંચ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સરકારે ગુજરાતને વિવિધ ક્ષેત્રે પ્રથમ હરોળ પર લાવી વિકાસનો વેગ વધાર્યો છે. દરેક વર્ગની ચિંતા સરકારે કરી છે, ત્યારે વિદ્યાર્થીઓના કૌશલ્યના નિર્માણ હેતુ દરેક વિદ્યાર્થીને યુનિક સમજી સરકાર તેમનો વિકાસ કરવા પ્રતિબધ્ધ છે. દરેક યુવાનને રોજગાર સાથે સ્વવિકાસની તક મળે તે માટે સરકાર કૌશલ ભારત યોજના અંતર્ગત આઇટીઆઇના વિદ્યાર્થીઓને કૌશલ્ય નિર્માણમાં સહાયક બની રહી છે.

ગુજરાત રાજ્યનો વિકાસ દર અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ છે ત્યારે આઇટીઆઇના વિદ્યાર્થીઓને ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપી રાજ્યને અને દેશને વિશ્વ સ્તરે અગ્રીમ હરોળમાં સ્થાન અપાવવા યુવાધનને આગળ વધવા બ્રિજેશભાઈ અમરશીભાઇ મેરજા, માનનીય ધારાસભ્ય મોરબી-માળીયા(મિયાણા) એ શુભેચ્છા વ્યક્ત કરી હતી.

આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓના હુનરથી દેશ ઝળકી ઊઠી શકે છે. આઇ.ટી.આઇ પછી શું તે સમજીને વિદ્યાર્થીઓને પોતાના ધ્યેય સાથે આગળ વધવા સરકાર મદદરૂપ બની રહી છે. માળીયા(મિયાણા) ખાતે ૦૪ જેટલા ટ્રેડમાં પ્રવેશ આપી યુવાનોને પ્રશિક્ષિત કરવામાં આવે છે ત્યારે યુવાનો પણ ધ્યેય સાથે આગળ વધે તો રાષ્ટ્રના વિકાસમાં ક્યારેય કોઈ ઓટ આવી શકે નહીં. એવી બ્રિજેશભાઈ અમરશીભાઇ મેરજા,  ધારાસભ્ય મોરબી-માળીયા(મિયાણા) એ શુભેચ્છા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે માળીયા(મિયાણા) ખાતે ૦૭ કરોડના ખર્ચે આઇ.ટી.આઇ બિલ્ડિંગનું નિર્માણ થયેલ છે. જેમાં વર્કશોપ રૂમ, ક્લાસરૂમ, અન્ય રૂમ તથા દરેક ફ્લોર પર ગર્લ્સ અને બોયઝના અલગ અલગ રૂમ તથા ટોયલેટ બ્લોક હેન્ડીકેપ અને સ્ટાફ રૂમ, પાર્કિંગ, ગાર્ડન સહિત વ્યવસ્થાનું નિર્માણ કરેલ છે. ગુજરાત રાજ્ય માર્ગ મકાન વિભાગના માળીયા(મિયાણા) વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર શ્રી આદ્રોજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને દરેક ફ્લોર પર વર્કશોપ સાથે વેન્ટિલેશનયુકત વાતાવરણ મળી રહે તે પ્રમાણે વર્કશોપ રૂમનું નિર્માણ કરાયું છે. સંપૂર્ણ બિલ્ડીંગ ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવી છે, સાથે જ બિલ્ડિંગમાં  સેમિનાર હોલ, આર.ઓ.પ્લાન્ટ, ફાયર ફાઈટિંગ સિસ્ટમની વ્યવસ્થાઓ પણ નિર્મિત કરવામાં આવી છે. વળી દિવ્યાંગ વિદ્યાર્થીઓનું પણ ધ્યાન રાખીને હેન્ડીકેપ ટોયલેટ, રેમ્પ બનાવવામાં આવ્યા છે. આમ આ બિલ્ડિંગમાં બે માળનાં બાંધકામમાં ૦૮ વર્કશોપ, ૦૭ ક્લાસ રૂમ તથા અન્ય રૂમો  બનાવવામાં આવેલ છે.

કાર્યક્રમ સ્થળે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ તથા પરિવહન મંત્રી નીતિન ગડકરી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા હતા. સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય,મોરબી-માળીયા બ્રિજેશભાઈ મેરજા, પ્રાંત અધિકારી માળીયા(મિ.) હર્ષદીપ આચાર્ય, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય અસ્મિતાબેન ચિખલીયા, માળીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ જીવણભાઈ ચાવડા, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, માળીયા તાલુકા ભાજપ મહામંત્રી અરજણભાઇ હુંબલ, માળીયા તાલુકા ભાજપ મહામંત્રી મનિષભાઇ કાંજીયા, માળીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સવજીભાઇ કારોરીયા, કારોબારી અધ્યક્ષ માળીયા નિર્મળસિંહ જાડેજા, પ્રિન્સિપાલ ITI મોરબી આર.બી.પરમાર તથા આઇટીઆઇના અન્ય કર્મીઓ તથા બહોળી સંખ્યામાં આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ આઈ.ટી.આઈ. માળીયા મિયાણા આચાર્ય જે.એચ.હળવદીયાએ એક યાદીમાં જણાવ્યુ હતું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here