ફતેપુરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી ફતેપુરા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

0
33


 

 

તારીખ 6 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ મામલતદાર કચેરીના સભાખંડમાં પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી
આ સમીક્ષા બેઠકમાં 9 મી ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ફતેપુરા માર્કેટિંગ યાર્ડ મા યોજાવાની હોઇ તે બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ ૧૫મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિનની ઉજવણી કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પ્રાંત અધિકારી દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી

આ બેઠકમાં પ્રાંત અધિકારી કુલદીપ દેસાઇ ફતેપુરા મામલતદાર પી એન પરમાર ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોર ફતેપુરા પી એસ આઇ સી બી બરંડા સુખસર પીએસઆઇ એન પી સેલોત ફતેપુરા THO કે આર હાન્ડા તેમજ અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here