“ર્નિદંભ – નિર્ભેદ – અને નિર્ભિક ભક્તિ જ પરિણામ લાવે છે

0
25


ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગનાં કોરોના મૃતકોને સ્મરણાર્થે પ્રયોશા પ્રતિષ્ઠાન પૂ.પી.પી.સ્વામી દ્વારા યોજાયેલી કથાકાર પ્રફુલભાઇ શુકલની ભાગવત કથામાં આજે રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. રિતેશભાઈ રમેશભાઈ પટેલ(વરાછા,સુરત)નાં યજમાન પદે ટેલિફોનિક સંકલ્પ લઈ ભગવાન રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.શામગહાન પ્રાથમિક શાળાનાં આચાર્ય રોશનીબેન કનુભાઈ પટેલ દ્વારા પોથીપૂજન કરવામાં આવ્યું હતુ.વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઇ શુકલએ કહ્યુ હતુ કે ર્નિદંભ – નિર્ભેદ – અને નિર્ભિક ભક્તિ જ પરિણામ લાવે છે.કન્યાવિદાયની કરૂણ કથા કરતા પૂ.બાપુ એ કહ્યુ હતુ કે  “હિન્દુસ્તાન માં દીકરા કરતા દીકરી નું મહત્વ વધારે છે.કારણ કર દીકરી પિયર ,મોસાળ અને સસુર કુળને તારે છે.રૂક્ષ્મણી વિવાહમાં શૈલેશભાઈ વી. પટેલ (કૃષ્ણપક્ષ) રહી ભગવાનની જાન લાવ્યા હતા.અને વલ્લભભાઈ પી.લખાણી (કન્યાપક્ષ)એ રહી કન્યાદાન કર્યું હતુ.આચાર્ય રાકેશભાઈ દુબે ,કિશનભાઈ દવે , માક્ષિત રાજ્યગુરૂ દ્વારા મંગલાષ્ટકનાં મંત્રો ઉચ્ચારવામાં આવ્યા હતા.”આવતીકાલે ડાંગના સમસ્ત કોરોના મૃતકોનાં ચરણોમાં આ કથાનું પુણ્ય અર્પણ કરી કથાને વિરામ આપવામાં આવશે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here