સંવેદનશીલ સરકારે દરેક વર્ગનો સર્વાંગી વિકાસ કર્યો છે–રાઘવજી પટેલ

0
30*પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી ગુજરાતની સંવેદનશીલ સરકારે દરેક વર્ગનો  સર્વાંગી વિકાસ કર્યો છે– રાઘવજી પટેલ

*જામનગરનાં જિલ્લાના ૩૩૭ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો ફાળવવામાં આવ્યા*

*રૂ. ૧.૧૬ કરોડના ખર્ચે જામનગર જિલ્લાને મળી પાંચ નવીન એસ.ટી. બસો*

જામનગર  ( ભરત ભોગાયતા)

વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અંગે સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષની વિકાસયાત્રાને આવરી લેતી અને સરકારના મહત્વના જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સમક્ષ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયેલ છે.

જે કાર્યક્રમના સાતમા દિવસે ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ, જામનગર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, એસ.ટી.વિભાગ જામનગર તથા જિલ્લા વહિવટી તંત્ર જામનગરના સયુંક્ત ઉપક્ર્મે વિકાસ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકાસની યાત્રાને રાજ્ય સરકારે વેગવંતી બનાવી છે. કેળવણી, અન્ન વિતરણ, સેવાસેતુ, મહિલા સશક્તિકરણ, કૃષિ, રોજગાર વગેરે બાબતોને આવરી લઈ સમાજના તમામ વર્ગોને વિકાસના સર્વાંગી દર્શન કરાવ્યા છે. અને એ દર્શાવે છે કે સમાજના તમામ વર્ગોની સરકાર કાળજી લઈ રહી છે. વિઘ્નસંતોષીઓ તેમજ સમાજને ગુમરાહ કરતા લોકોને ઓળખી તેઓને સરકારના વિકાસ કામોથી અવગત કરાવવા તેમજ સમાજમાં પણ વધુમાં વધુ લોકો સુધી સરકારના વિકાસ કામોની વાત પંહોચાડવા ધારાસભ્યશ્રીએ ઉપસ્થિત લોકોને આહવાહન કર્યુ હતુ. કાર્યક્રમમાં વર્ચુઅલ માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ જોડાયા હતા અને ગુજરાતની વિકાસ યાત્રાને લોકો સમક્ષ મુકી હતી તેમજ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા વતન પ્રેમ યોજનાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં વિકાસ દિન નિમિત્તે જામનગરનાં વિવિધ તાલુકાઓના ૩૩૭ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૫૧૨ લાખથી વધુના ખર્ચે આવાસો ફાળવવામાં આવ્યા હતા. જે આવાસોનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ તે પૈકી ૧૦ લાભાર્થીઓને પ્રતીકાત્મક રૂપે આવાસ ફાળવણી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય લાભાર્થીઓને તાલુકા કક્ષાએથી હુકમો એનાયત કરાયા હતા. આમ, માત્ર એક જ દિવસમાં જામનગરના ૩૩૭ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ હતુ. તદુપરાંત ૧૦૩ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના નવા આવાસોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે કાર્યક્રમમાં જામનગર જિલ્લાને રૂ. ૧.૧૬ કરોડના ખર્ચે પાંચ નવીન એસ.ટી. બસો પણ ફાળવવામાં આવી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહીર પટેલે સમગ્ર કાર્યક્રમની તેમજ જિલ્લાના વિકાસ કામોની ઉપસ્થિત સૌ કોઈને વિગતો પુરી પાડી હતી. જેમાં જામનગર તથા જામજોધપુર આઈ.ટી.આઈ., ૩૩૭ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાતમુહુર્ત વગેરેનો સમાવેશ કરાયો હતો.

કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા તથા સ્ટેન્ડીગ કમિટીના ચેરમેનશ્રી મનિષભાઈ કટારીયા દ્વારા પ્રાસંગીક ઉદ્દબોધન કરાયુ હતુ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી રાયજાદાએ ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દીક સ્વાગત વડે આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની આભાર વિધિ ડે.કમિશનરશ્રી વસ્તાણી દ્વારા કરાઈ હતી તેમજ કાર્યક્રમનુ સંચાલન શ્રી હરીદેવ ગઢવી દ્વારા કરાયુ હતુ.

આ પ્રસંગે ડે.મેયર શ્રી તપન પરમાર, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી, કમિશનર શ્રી વિજય ખરાડી, એસ.ટી. વિભાગીય નિયામકશ્રી પટેલ, શ્રી ભરતભાઈ બોરસદિયા તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમ નાયબ માહીતી નિયામક આર.કે.જાની ના માર્ગદર્શન હેઠળ વિસ્તૃત અહેવાલમાં માહીતી મદદનીશ વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ છે તેમજ તસવીરો દ્વારા કાર્યક્રમના અહેવાલમા ગજેન્દ્રસિંહ જાડેજા પુરક બન્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here