શ્રી રામ જન્મોત્સવ સમિતી દ્વારા આજે એએસપી, મામલતદાર, ચીફ ઓફિસર તેમજ સીટી પોલીસને એક આવેદનપત્ર આપીને કરી માંગ

0
26


 

જેતપુર શહેરમાં શ્રી રામ જન્મોત્સવ સમિતી દ્વારા એએસપી, મામલતદાર, ચીફ ઓફિસર અને સીટી પોલીસને એક આવેદનપત્ર આપીને હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમીયાન શહેરમાં ચાલતા કતલખાના બંધ રાખવા અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કાયદેસરના પગલાં ભરવા માટેની માંગ કરી હતી.

 

શ્રી રામ જન્મોત્સવ સમિતી દ્વારા આજે એએસપી, મામલતદાર, ચીફ ઓફિસર તેમજ સીટી પોલીસને એક આવેદનપત્ર આપીને માંગ કરી હતી કે હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે અને આખા માસ દરમીયાન હિન્દુઓના જન્માષ્ટમી સહિતના વિવિધ તહેવારો પણ આવે છે. એટલે આખા મહિના દરમીયાન હિંદુઓ જુદાજુદા મંદિરે જતા આવતા હોય છે જેમાં જેતપુર શહેરમાં તો મોટા ભાગના મુખ્ય મંદિરે જવાના રસ્તાઓ પર જ કતલખાનાઓ આવેલા છે. આવા કતલખાનાઓમાં પશુઓની કતલ કરી તેનું લોહી તેમજ વિવિધ અવયવો રસ્તા પર વહાવી દેવામાં આવે છે અને બીજા વધેલા અવયવો ચંદ્રમોલેશ્વર મંદિર પાસે આવેલ વોકળામાં નાખવામાં આવે છે જેને કારણે મંદિરે દર્શને જતા ભાવિકોના પગ નીચે પણ પશુઓનું લોહી, માંસ આવે છે તેમજ વોકળામાં ફેંકેલા માંસના અવયવોની માથું ફાટી જાય તેવી દુર્ગંધ પણ આવતી હોય ભાવિકોની ધાર્મીક લાગણી દુભાતી હોય પવિત્ર શ્રાવણ માસ દરમીયાન કતલખાનાઓ બંધ રખાવવાની માંગ કરી હતી.

 

તેમજ બે વર્ષ પૂર્વે શહેરમાં જાહેર માર્ગો પર ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ અંગે શ્રી રામ જન્મોત્સવ સમિતિ  દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર આપી ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવાની માંગ કરી હતી જે અનુસંધાને નગરપાલીકા દ્વારા શહેરમાં સર્વે કરી ૪૧ જેટલા ગેરકાયદે ચાલતા કતલખાનાઓ શોધી તેના સંચાલકોની નામ જોગ યાદી તૈયાર કરી હતી. પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જેતપુરની ભાજપ શાષિત નગરપાલિકા છેલ્લા બે વર્ષથી કોઈ કામગીરી ન કરી જનરલ બોર્ડમાં જુદાજુદા ઠરાવો જ કર્યા રાખે છે. અને તાજેતરમાં મળેલ બોર્ડમાં સામાન્ય સભાએ ગેરકાયદેસર કતલખાનાઓ પર પગલાં ભરવાની સંપૂર્ણ સત્તા ચીફઓફિસરને સુપરત કરતો ઠરાવ કરી પોતાના હાથ ખંખેરી નાખ્યાં હતાં. જેથી

પાલિકાના આ રિપોર્ટ અનુવયે શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ સામે પગલાં ભરવાની પણ મહંત કનૈયાનંદ શ્રી રામ જન્મોત્સવ સમિતિના પ્રમુખ હિતેશ રાઠોડ, વિમલ રામાણી, પવન ઓઝા વિશાલ પટેલ અને સંજયરાજ બારોટે માંગ કરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here