મોરબીમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના મૌન ધરણા.

0
25રિપોર્ટર:- મીત વ્યાસ

મોરબીમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના મૌન ધરણા

મોરબી જીલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના શિક્ષકો દ્વારા આજે ડીઈઓ કચેરી ખાતે આજે પડતર માંગણીઓ સંતોષવા મૌન ધરણા કરવામાં આવ્યા હતા

અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક અને કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા છતાં લાંબા સમયથી ઉકેલ નહિ આવતા આજે મોરબી જીલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને માધ્યમિક શિક્ષક સંઘના હોદેદારો તેમજ શિક્ષકોએ ડીઈઓ કચેરી ખાતે મૌન ધરણા કર્યા હતા

જેમાં ૧૫૦ થી વધુ શિક્ષકો જોડાયા હતા શિક્ષકોના સાતમાં પગારપંચના પ્રશ્નો, પેન્શન યોજના સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારને જગાડવા માટે આજે મૌન ધરણા કરવામાં આવ્યા હતા બપોરે 1 થી ૪ દરમિયાન શિક્ષકોએ મૌન ધરણા કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને પડતર માંગણીઓ સંતોષવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here