દાહોદમાં ૮ ઓગસ્ટે રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં શહેરી જનસુખાકારી કાર્યક્રમ

0
24 

 

દાહોદ, તા. ૭ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં યશસ્વી નેતૃત્વમાં રાજ્ય સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર આરંભવામાં આવેલા નવદિવસીય સેવાયજ્ઞનો તા. ૮ ઓગસ્ટના રોજ આઠમો દિવસ શહેરી જનસુખાકારી દિવસ છે. આ નિમિત્તે રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં પંડિત દીનદયાલ સભાગૃહ ખાતે કાર્યક્રમ સવારે ૧૦ વાગેથી યોજાયો છે. જેમાં દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયા નગર પાલિકાનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here