વિકાસ દિવસ નિમિતે મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમ યોજાયો

0
25


‘‘સુશાસનના પાંચ વર્ષ’’  અંતર્ગત વિકાસ દિન નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ઉમેદવારોને નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

મોરબી ટાઉનહોલ ખાતે સાંજે આયોજીત કાર્યક્રમ ‘‘વિકાસ દિન’’ નિમિત્તે ૧૦૦ ટકા રસીકરણ થયેલા ગામોના સરપંચશ્રીઓના સન્માન કરવામાં આવ્યા હતા. તેમજ કોરોના વોરીયર્સના પણ સન્માન કરવામાં આવ્યા હતા. આ તકે કોમ્યુનિટી હેલ્થ ઓફીસરશ્રીઓને નિમણૂક ઓર્ડર અને PSA પ્લાન્ટનું લોકાર્પણ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી  ડૉ. જે.એમ. કતીરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને અંતે સિવિલ હોસ્પીટલના અધિક્ષકશ્રી ડૉ. પી.કે. દુધરેજીયાએ આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરા, જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા અનુસાર લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here