મુંબઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ પરત ફરતા પ્રવાસીની ગાડીને વાવડી પાસે ટ્રકે ટક્કર મારતા અકને ઇજા

0
31


મુંબઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ પરત ફરતા પ્રવાસીની ગાડીને વાવડી પાસે ટ્રકે ટક્કર મારતા અકને ઇજા

રાજપીપળા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના વાવડી ગામ પાસે આવેલી આરટીઓ કચેરી નજીક મુંબઇ થી સ્ટેચ્યુ જોવા આવેલા પ્રવાસીની ગાડીને અકસ્માત કરી ઇજા કરનાર ટ્રક ચાલક વિરૂદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ તરૂણ દિલીપ દત્તાણી,રહે.વિરાર વેસ્ટ,પાલઘર-મુંબઇ (મહારાષ્ટ્ર)નાઓએ આપેલી ફરીયાદ મુજબ તેઓ તા.5 જોગસ્ટના રોજ પોતાની સ્વીફ્ટ ગાડી નં.MH-48-BT-1306 લઇને કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસે આવેલ હતા અને તા.7 ઓગસ્ટના બપોરે સાડા ત્રણેક વાગે કેવડીયા થી નીકળી પરત મુંબઇ ખાતે જવા માટે નીકળેલ હતા તે વખતે બપોરના આશરે ચારેક વાગે વાવડી આર.ટી.ઓ. ઓફિસ પાસે આવતા એક હાઇવા ટ્રક નં.GJ-34-T-1928 નો ચાલક પોતાની હાઇવા પુરઝડપે હંકારી લાવી તેમની ગાડી ને ટક્કર મારી તેમને ડાબા પગે ઇજા પહોંચાડી તથા ગાડીને નુકસાન કરતા પોલીસે ટ્રક ચાલક પાઉલભાઇ મનુભાઇ વસાવા રહે, જેસપુર કેવડી, જી.સુરત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here