સાપુતારા: બારીપાડા નજીક અલટીસ કાર સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈ

0
18
ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શામગહાન  બારીપાડા ગામ નજીક સામેથી આવતા વાહનને બચાવવા જતા કોરોલા અલટીસ કાર માર્ગનાં સાઈડમાં આવેલ નાળાનાં સંરક્ષણ દીવાલ સાથે ભટકાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો… પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં સાપુતારાથી સુરત તરફ જઈ રહેલ કોરોલા અલટીસ કાર.ન.જી.જે.21.એ.એ.3669 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં શામગહાન બારીપાડા ગામ નજીક સામેથી આવતા વાહનને બચાવવા જતા માર્ગની સાઈડમાં આવેલ નાળાનાં સંરક્ષણ દીવાલ સાથે ભટકાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો. આ અકસ્માતનાં બનાવમાં કારને મોટુ નુકસાન થયુ હતુ. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here