ભણતરને ભ્રષ્ટાચાર ઓડીયો કલીપ પ્રકરણ : સાતરડા હાઈસ્કૂલ મંડળની મીટિંગ મુલત્વી રહી,પ્રિન્સીપાલ પર તોળાતો ખતરો,સ્કૂલ સરકાર હસ્તગત થઇ શકે

0
22અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ભણતરને ભ્રષ્ટાચાર ઓડીયો કલીપ પ્રકરણ : સાતરડા હાઈસ્કૂલ મંડળની મીટિંગ મુલત્વી રહી,પ્રિન્સીપાલ પર તોળાતો ખતરો,સ્કૂલ સરકાર હસ્તગત થઇ શકે

રાધાકૃષ્ણ વિદ્યામંદિર હાઈસ્કૂલના પ્રિન્સીપાલ હસમુખભાઈ પટેલને સસ્પેન્ડ કરવા સંચાલક મંડળે નિર્ણય કર્યો હોવાની માહીતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા ગામે આવેલ રાધાકૃષ્ણ વિદ્યામંદિર હાઈકસ્કુલમાં રાજ્ય સરકારની સીધી ભરતીમાં મેરીટના આધારે પસંદગી પામેલ મહીલા શીક્ષીકા પાસે હાઈસ્કૂલના આચાર્ય વચ્ચે વાતચીતનો ઓડીયો વાયરલ થયો હતો જેમાં મહિલા  શિક્ષિકા તરીકે પસંદ થયેલ ઉમેદવાર પાસે વ્યવહાર પેટે રૂપિયા ૫ લાખની માંગણીના સંવાદની ઓડીયોના પગલે શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો હતો હાઈકસ્કુલના ટ્રસ્ટી શું કહે છે જુઓ વીડિયો

જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા અને આ અંગે અરવલ્લી જીલ્લા શિક્ષણાધીકારી ગાયત્રીબેન પટેલે સાતરડા શાળા,તેના પ્રિન્સીપાલ અને સંચાલક મંડળનો ખુલાસો માંગ્યો હતો.તેમજ આ ઓડીયો કલીપને લઈ શિક્ષણાધિકારીએ તાબડતોડ કમીટી ની રચના કરી આ ચકચારી પ્રકરણે અહેવાલ મંગાવ્યા પછી હાઈસ્કૂલનો વહીવટ સરકાર હસ્તક કરવા દરખાસ્ત કરવા તજવીજ હાથધરી છે બીજી બાજુ હાઈસ્કૂલ મંડળે આ ઓડિયો કલીપ અંગે હાથ ખંખેરી લીધા છે અને હાઈસ્કૂલના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવા સંચાલક મંડળે નિર્ણય કર્યો હોવાની માહીતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી ત્યારે શનિવારે હાઈસ્કૂલ મંડળની મળનાર મીટિંગ મંડળના એક સભ્ય બીમાર હોવાનું જણાવી મુલત્વી રાખવામાં આવી છે

અરવલ્લી શીક્ષણ આલમમાં આ ઓડીયો કલીપ અંગે તરહ તરહની ચર્ચા થઇ રહી છે જેમાં હાઈસ્કૂલ સંચાલક મંડળ શાળાના પ્રિન્સીપલને બલીનો બકરો બનાવી રહી છે ત્યારે શિક્ષણ તજજ્ઞોના જણાવ્યા અનુસાર

સરકાર ભરતી પ્રક્રિયા પારદર્શી બનાવવા માટે અથાગ પ્રયાસો કરે છે પણ આવા ભ્રષ્ટ મંડળ, પ્રિન્સીપાલ અને કેટલાક અધિકારીઓ સરકારની પારદર્શી કામગીરી પર પાણી ફેરવી દેતા હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here