દરેક ગામ ને સ્વતંત્ર ગ્રામપંચાયત મુદ્દે આદિજાતિ મંત્રી દ્વારા અભિપ્રાય મંગાવાયા : આમું સંગઠન ની લડત રંગ લાવશે ???

0
24


દરેક ગામ ને સ્વતંત્ર ગ્રામપંચાયત મુદ્દે આદિજાતિ મંત્રી દ્વારા અભિપ્રાય મંગાવાયા : આમું સંગઠન ની લડત રંગ લાવશે ???

નર્મદામાં આમુ સંગઠન દ્વારા સ્વતંત્ર ગ્રામપંચાયત ના આંદોલન બાદ આદિજાતિ મંત્રીના આદેશ થી ખુશી

રાજપીપળા : જુનેદ ખત્રી

દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત નો દરજ્જો મળે તે માટે આમૂ સંગઠન ઘણા સમયથી લડત ચલાવી રહ્યું છે થોડા સમય અગાઉ આમુ સંગઠન દ્વારા નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે કલેકટર કચેરીની સામે પાંચ દિવસ ધરણાંનો કાર્યક્રમ પણ રાખ્યો હતો ઉપરાંત આ બાબતને હાઇકોર્ટ સુધી લઇ જવામાં આવી છે ત્યારે આદિજાતિ વિકાસ મંત્રી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી નાંદોદ તાલુકા ની 100 જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતના વિભાજન અંગે યોગ્ય અભિપ્રાયો મંગાવતા અમુ સંગઠન દ્વારા ચલાવેલા લડત આગામી સમયમાં રંગ લાવશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે

◆ આમુ સંગઠન નર્મદા જિલ્લાના પ્રમુખ મહેશભાઈ એસ.વસાવા એ આદિજાતિ મંત્રી એ કરેલા આ પોજેટિવ આદેશ ને આવકારી ખુશી વ્યક્ત કરી આભાર માન્યો હતો અને તારીખ ૯ ઓગસ્ટ એ આદિવાસી દિવસ પૂર્વે આ આદેશ ના સમાચાર મળતા સૌને ભારે ખુશી વ્યક્ત કરી હોવાનું જણાવ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here