વિજાપુર પિલવાઇ ફુલવાડી પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા

0
26


વિજાપુર પિલવાઇ ફુલવાડી પાસે જુગાર રમતા પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો

વિજાપુર માં જુગાર વરલી મટકા જેવી બદીઓ ધીમે ધીમે વકરી રહી છે કેટલીક જગ્યા વરલી મટકા તેમજ જુગાર ચાલતુ હોવાની ઘણી ફરીયાદો જાગૃત નાગરીકો માં ઉઠી રહી છે જીલ્લા પોલીસ અધિક્ષક આવા જુગાર ધામ ચાલતા હોય તેને બંધ કરાવવા તેમજ જુગાર રમતા લોકોને ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરવા ની સુચનાઓ ને કારણે સ્થાનીક પોલીસ મથક ના પીએસઆઇ કે એમ ચાવડા ની પોલીસ ટીમ પેટ્રોલીંગ માં હતી તે સમય દરમ્યાન ખાનગીમાં બાતમી મળી હતી કે પિલવાઇ ગામના ફુલવાડી પાસે કેટલાક ઈસમો ભેગા થઈ ને જાહેરનામા નો ભંગ કરી પોતાના આર્થીક ફાયદા માટે શૈલેષસિંહ ઠાકોર લોકોને જુગાર રમવા માટે આમંત્રિત કરી ભેગા થઈને જુગાર રમાડી રહયો છે તે બાતમી ના આધારે હકીકત મેળવી પોલીસ ટીમ બનાવી તપાસ કરતા ફુલવાડી પિલવાઇ પાસે આવેલ દુકાન ના ઓટલા ઉપર કેટલાક ઈસમો કુંડાળું વાળી ને ભેગા થયેલા જણાઇ આવતા પોલીસે જુગાર ના સ્થળ નજીક ગાડી પાર્ક કરીને કોર્ડન કરીને સ્થળ ઉપર જુગાર રમતા ઠાકોર શૈલેષજી પ્રહલાદજી તેમજ ભરતસિંહ ઈશ્વરસિંહ વિહોલ તેમજ લાલાજી રમણભાઈ રાવળ નરેન્દ્ર સિંહ નથાજી વિહોલ તેમજ બળદેવભાઈ લીલાભાઈ તમામ રહેવાસી પિલવાઇ વિજાપુર ને મુદ્દામાલ રોકડ રૂપિયા ૯૩૦/-તેમજ પાંચ મોબાઈલ ૫૫૦૦/- રૂપિયા તેમજ અંગજડતી માં મળેલ રોકડા ૪૦૦૪૦/- કુલ રૂપિયા ૪૬૪૭૦/- રકમ સાથે ઝડપી લઈને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here