પાંચ વર્ષ આપણી સરકારનાં સૌના સાથથી, સૌના વિકાસનાં

0
20


પાંચ વર્ષ આપણી સરકારનાં, સૌના સાથથી, સૌના વિકાસનાં

રાજ્ય સરકાર ગામડાઓની સાથે શહેરોના વિકાસ માટે પણ કટિબદ્ધ – રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર
શહેરી વિકાસ દિવસે દાહોદનાં નગરોના સર્વાગી વિકાસ માટે રૂ. ૩.૧૨ કરોડથી વધુના ચેક અર્પણ, નગરોના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સંપન્ન
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલાના યશસ્વી નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે નવ દિવસીય સેવાયજ્ઞના આજના શહેરી જનસુખાકારીના દિવસે દાહોદની ત્રણે નગરપાલિકાઓને નગરનાં સવાર્ગી વિકાસ માટેના રૂ. ૩.૧૨ કરોડના ચેક અર્પણ કરાયા હતા અને નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો માટેનાં ઇ-ખાતમુહૂર્ણ સંપન્ન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દાહોદનાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
વિકાસકાર્યોના સેવાયજ્ઞના આંઠમા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારનાં પાચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે ત્યારે આ નવ દિવસના સેવાયજ્ઞમાં વિકાસની વણથંભી વણઝાર લાગી ગઇ છે. દાહોદમાં આજે ત્રણે મહાનગર પાલિકાઓને નગરોના સર્વાગી વિકાસ માટે ચેક આપવામાં આવ્યા છે. જેમાં દાહોદ નગરપાલિકાને રૂ. ૧.૫૦ કરોડ, ઝાલોદ નગરપાલિકાને રૂ. ૧,૧૨,૫૦,૦૦૦ તેમજ દેવગઢ બારીયા નગરપાલિકાને રૂ. ૫૦ લાખના ચેક આપવામાં આવ્યા છે. જેથી દાહોદની ત્રણે નગરોનો સર્વાગી વિકાસ થઇ શકે.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની ૧૦૦ સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં દાહોદ નગરનો સમાવેશ કરીને તેના વિકાસના દ્વાર ખોલી નાખ્યાં છે. અત્યારે સ્માર્ટ સિટી હેઠળ રૂ. ૫૫૯ કરોડના વિવિધ વિકાસ કામો ચાલી રહ્યા છે અને તેના વિવિધ પ્રોજેક્ટ થકી દાહોદ નગર તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથેનું સ્માર્ટ સીટી બની જશે. આ ઉપરાંત દાહોદ નગરપાલિકા વિસ્તારમાં સીસી રોડના કામોનું પણ આજે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં સીસી રોડના કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનનાં કામો, પાણીપુરવઠા તેમજ લાઇટનાં કામો, બોક્ષ કલવર્ટનું કામ વગેરે કામોના પણ ખાતમુહૂર્ત થકી ઝાલોદ નગરનાં વિકાસને નવી પાંખો મળશે. જેનું આજે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, દેવગઢ બારીયામાં માન સરોવર રીટેઇનીંગ વોલ તેમજ ફાટક ફળિયા બોક્ષ કલવર્ટની કામગીરીનો પણ આજે ઇ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે ત્યારે દેવગઢ બારીયા નગર પણ તમામ પાયાની સુવિધાઓ સાથે વિકસે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરી વિકાસ દિવસનાં અવસરે નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને નગરનાં વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી શીતલબેન વાધેલા, દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ સુશ્રી ચાર્મીબેન સોની, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, અગ્રણી શ્રી શંકરભાઇ અમલીયાર, શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, શ્રી લખનભાઇ રાજગોર, નગર પાલિકાના ચીફ ઓફિસરશ્રી સહિતનાં અધિકારીઓ તેમજ નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here